મુક્તકો – રમેશ પારેખ
August 4, 2006

હોઇશ જો હું ફૂલ તો કરમાઇ જાવાનો
દીવો જો હું હોઇશ તો બુઝાઇ જાવાનો
સ્મૃતિ રૂપેય રહીશ તો સિક્કાની જેમ હું
અહીંયાથી ત્યાં પહોંચતા ખરચાઇ જાવાનો
–
ક્યાં છે વિશ્વાસના વહાણો તરી શકે એવું?
કયાં છે રણમાંય દરિયો ભરી શકે એવું?
મારી પાસે તો ફક્ત ક્ષણની પારદર્શકતા
ક્યાં છે આંખોમાં સ્વપ્ન થઇ ઠરી શકે એવું?
–
થોડી દુર્ધટના ભરી થોડી ક્ષણો ખાલી ગઇ
હું ગયો, ખૂશ્બૂઓ જ્યાં હાથ મારો ઝાલી ગઇ
ઊંઘ આવી નહીં, તો શું થયું? ના કૈં જ થયું
આંખની સપનાંઓ જોવાની ટેવ ચાલી ગઇ
—
મૌનથી વધુ કોઇ વાત જાય ના આગળ
સ્વપ્નથી કદી મુલાકાત જાય ના આગળ
ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ
પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ
Entry Filed under: મુક્તકો. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
ઊર્મિસાગર | August 4, 2006 at 6:46 am
ખૂબ જ સરસ…. મઝા આવી ગઇ.
આભાર જયશ્રી!
2.
manvant | August 4, 2006 at 10:02 am
મૌનથી વધી કોઇ વાત જાય ના આગળ !
વિચાર ,ને અંત:સ્ફૂરણા ઉદાત્ત છે.
3.
Dhaval | August 4, 2006 at 2:52 pm
ર.પા. એટલે ર.પા. એટલે ર.પા. !
4.
અમિત | August 4, 2006 at 9:28 pm
ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ
પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ
ધવલભાઇ એ કહ્યુ એમ રમેશ પારેખ એટલે રમેશ પારેખ … ભાઇ ભાઇ !!!