અબોલડા - પ્રહલાદ પારેખ
November 14, 2006

ઉરે હતી વાત હજાર કે’વા
કિન્તુ નહીં ઓષ્ઠ જરીય ઊઘડ્યા;
જલ્યા કર્યા અંતર સ્નેહદીવા,
ઉજાશ શાં હાસ્ય મુખે ન આવિયાં.
નિસર્ગલીલા તુજ સાથ જોવા
હૈયે હતા કોડ, ન પાય ઊપડ્યા;
સૂરે મિલાવી તુજ સૂર, ગાવા
ઉરે ઊઠયાં ગીત, બધાં શમાવ્યાં.
મળી મળી નેન વળી જતાં ફરી,
અકથ્ય શબ્દે વદી વાત ઉરની;
હૈયું મૂગું ચાતક શું અધીર;
એ રાહ જોતું તુજ શબ્દબિન્દુની :
એવો અબોલ-દિન છે સ્મૃતિમાં,
- જે દિ’ ચડ્યાં અંતર પૂર નેહનાં ?
Entry Filed under: કાવ્ય. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
પ્રહલાદ પ&hellip | November 15, 2006 at 7:11 pm
[...] # રચના - 1 : રચના - 2 : રચના - 3 [...]
2.
Urmi Saagar | November 16, 2006 at 1:43 am
ખૂબ જ સુંદર શબ્દોની અભિવ્યક્તિ…. આ સૉનેટ જ છે ને??