મોરપિચ્છ – જયંત પલાણ

જૂન 13, 2006 at 12:15 એ એમ (am) 6 comments

મારી પહેલી તે પ્રીતનો
મ્હોર્યો પારિજાત,
ઝૂકી ઝૂકી ઉરને આંગણ
કરતો સુગંધભરી વાત,
– મારી પહેલી …

ફૂલ ફૂલની ફોરમ લઇને
વહેતા મનના વાયુ,
હૈયાના ધબકારા કહેતા :
‘લોચન કોક લપાયું;’
ચેન નહીં દિવસના, વીતે
વસમી સપને રાત :
– મારી પહેલી …

પ્રાણ તણી વીણાના તારે
ગૂંજે ગીત અજાણ્યાં,
વ્યાકુળ ઉરના મધુર અજંપા
મન ભરીને માણ્યા;
ઊઠી મારા પ્રીત-પટોળે
મોરપિચ્છની ભાત :
– મારી પહેલી …

Advertisements

Entry filed under: ગીત.

Some flowers for your desktop.

6 ટિપ્પણીઓ Add your own

  • 1. SV  |  જૂન 13, 2006 પર 3:19 એ એમ (am)

    Sundar! Once again welcome to the Gujarati Blogging World. – SV ( http://forsv.com/guju/ )

    જવાબ આપો
  • 2. વિવેક  |  જૂન 13, 2006 પર 4:03 એ એમ (am)

    પહેલો વાર તે રાણાનો…. પહેલી જ પસંદગી ઘણી સુંદર અને હૃદયસ્પર્શી… બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત અને શુભેચ્છાઓ…. આ રેસમાં અંત સુધી ટકી રહો એવી અંતરેચ્છા!

    જવાબ આપો
  • 3. Pancham Shukla  |  જૂન 13, 2006 પર 12:03 પી એમ(pm)

    અભિનંદન…સુંદર રચના છે.

    જવાબ આપો
  • 4. manvant  |  જૂન 13, 2006 પર 3:40 પી એમ(pm)

    ગામ એક વાંસળી કાયા કનકકેરી,
    મોરપિંછ માથે રે લગાયો……
    તંબૂર રૂપે મોહન મ્હાર ઘર આયો !….કાવ્ય
    યાદ આવ્યું !અભિનંદન જયંતભાઇ અને…
    જયશ્રી બહેનને..નારીને નમન જ હોય !

    જવાબ આપો
  • 5. ધવલ  |  જૂન 13, 2006 પર 8:59 પી એમ(pm)

    વિવેકની વાત ખરી છે, બહુ જ સરસ ગીત છે.

    ઊઠી મારા પ્રીત-પટોળે મોરપિચ્છની ભાત … અદભૂત વાત !

    આ જયંત પલાણ છે કોણ ? કોઈ વધુ જાણે છે એમના વિષે ?

    જવાબ આપો
  • 6. Jayshree  |  જૂન 13, 2006 પર 9:17 પી એમ(pm)

    એમનો જન્મદિવસ – Dec 28,1924.
    મારી પાસે વધુ માહિતી કે એમની બીજી રચનાઓ નથી.–>

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: