પાસપાસે તોયે – માધવ રામાનુજ

જૂન 15, 2006 at 12:31 પી એમ(pm) 4 comments

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !

જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

રાતદીનો સથવાર તે સામે મળવાનું તો

કોઇ દહાડો સુખ મળતું નથી,

આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી

ફળિયામાં સળવળતું નથી;

આસુંનેયે દઇ દીધો છે ભવનો કારાવાસ…

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાંય

કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?

આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,

કે યાદ જેવું કોઇ બારણું હશે?

પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !

જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

Advertisements

Entry filed under: ગીત.

વીજળીને ચમકારે – ગંગા સતી ઓ ઇશ્વર ભજીએ તને,…

4 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  જૂન 15, 2006 પર 10:43 પી એમ(pm)

    મનભાવન ગીત…

    જવાબ આપો
  • 2. Mrugesh Shah  |  જૂન 16, 2006 પર 4:38 એ એમ (am)

    હેલો જયશ્રી,

    ખરેખર બહુ જ સરસ કાવ્ય છે. એની શરૂઆત જ કેટલી સુંદર છે.

    પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
    જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

    આવા સુંદર સાહિત્યનું આસ્વાદન સતત મળતું રહે એજ અપેક્ષા સહ

    લિ.
    મૃગેશ શાહ

    જવાબ આપો
  • 3. urmi  |  જૂન 17, 2006 પર 7:40 પી એમ(pm)

    Jayshree,

    this is a really ni poetry… liked it a lot!

    જવાબ આપો
  • 4. urmi  |  જૂન 17, 2006 પર 7:41 પી એમ(pm)

    Jayshree,

    this is a really nice poetry… liked it a lot!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 62,944 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: