મુક્તકો – કૈલાસ પંડિત

જૂન 17, 2006 at 9:12 પી એમ(pm) 5 comments

કોયલોના કાન સરવા થઇ ગયા
ઊતર્યા છે ક્યાંથી ટહુકા પહાડમાં
મોરલી ગુંજી હશે વૃંદાવને
ઘૂંઘરું ખનક્યા હશે મેવાડમાં
————————————————-

દ્વાર ખખડ્યું કે વિચાયું ખોલતા
એ જ મળવાને મને આવ્યા હશે
મેં પછી સમજાવતા મુજને કહ્યું
આટલી રાતે તો એ હોતા હશે ?
————————————————-

અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે
————————————————-

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઇ ગયાં તમે
થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી
————————————————-

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
————————————————-

Advertisements

Entry filed under: મુક્તકો.

તારી હથેળીને …. – તુષાર શુક્લ. રજકણ – હરીન્દ્ર દવે

5 ટિપ્પણીઓ Add your own

 • 1. વિવેક  |  જૂન 17, 2006 પર 11:05 પી એમ(pm)

  પ્રિય જયશ્રી,

  તમારી પસંદગી અને ઝડપ-બંને કાબિલ-એ-દાદ છે. પણ હું વાંકદેખો છું અને મને દોષ જ દેખાય છે. મારા બ્લોગમાં ત્રણ ડઝનથી પણ વધુ બ્લોગનું લિસ્ટ છે પણ મને જે વ્યક્તિ ખરેખર ગુજરાતી ભાષાની સેવા કરવા માટે પગ મૂકતી જણાય છે તેના બ્લોગમાંજ હું નુક્તેચીની કરવા ઉશ્કેરાઉં છું. ગુજરાતી ખોટું લખવામાં આપણે આપણી માતૃભાષાને નુક્શાન કદાચ વધુ પહોંચાડીએ છીએ. મને માફ કરજો, પણ જોડણીની ભૂલ મારી આંખને તરત જ ખટકે છે.

  વૃ લખવા માટે આ પ્રમાણે ટાઈપ કરશો: vRu.
  વિચાર્યું લખવા માટે : vichaaryu^
  રુપ ની જગ્યાએ : રૂપ… roop
  નીચોવી ની જગ્યાએ : નિચોવી

  તમારું કામ મને મારું પોતાનું લાગે છે એટલે મારું ગણીને વાત કરી છે…. માનું છું આપ સમજી શક્શો…

  જવાબ આપો
 • 2. Neha  |  જૂન 18, 2006 પર 12:32 એ એમ (am)

  Hi Jaishree,

  Happy to know many people are fan of Gujju Literature.
  U have also a nice collection.

  એકાદ એવી યાદ તો છોડી જવી હતી
  છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
  વહેતા પવનની જેમ બધું લઇ ગયાં તમે
  થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી
  Excellent one….!!!

  જવાબ આપો
 • 3. મૃગેશ શાહ  |  જૂન 18, 2006 પર 1:03 એ એમ (am)

  બહુ જ સુંદર પંક્તિઓ છે. લાજવાબ ! મજા પડી ગઈ ! અને સાથે સાથે બધા બ્લોગરોને એ પણ ફાયદો છે કે આપણા સૌની સાથે શ્રી વિવેકભાઈ જેવા માર્ગદર્શક પણ છે. ગુજરાતી સાહિત્ય હવે આકાશને આંબી રહ્યું છે એ વાતમાં કોઈ શંકા નથી.

  જવાબ આપો
 • 4. Suresh  |  જૂન 18, 2006 પર 5:51 એ એમ (am)

  ચિ. જયશ્રી,
  મેં પહેલું મુક્તક પહેલીજ વાત સાંભળ્યું.બીજા તો મોટા ભાગે મનહર ઉધાસના ગીતોની સાથે સાંભળેલા હતા. કૈલાસ પંડિત બહુ જ સુંદર લખે છે. ગઇ પેઢીના શાયરો જેવું દરિદ્ર જીવન ગુજારી તે અવસાન પામ્યા. તારી પાસે તેમના જીવન વિષેની માહીતિ હોય તો મને આપજે. હું તેને મારા સર્જક પરિચય બ્લોગ પર પોસ્ટ કરીશ.

  જવાબ આપો
 • 5. Urmi  |  જૂન 19, 2006 પર 4:58 પી એમ(pm)

  Hi Jayshree,

  very good collection… enjoyed it!

  વિવેક્ભાઇ, તમે આપેલી ટીપ્સ મને પણ કામ આવશે… આભાર. એમ પણ જેવી રીતે પ્રશંસા સાંભળવાથી પ્રોત્સાહન મળે છે, તેવી જ રીતે દોષ જાણવાથી એને સુધારવાની તક મળે છે… and there is always room for an improvement for everyone, right!!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,591 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: