બીજું હું કાંઇ ન માગું – ‘બાદરાયણ’

જૂન 25, 2006 at 1:12 એ એમ (am) 4 comments

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.

સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઇ મસ્ત હું રાચું.

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું

‘બાદરાયણ’ – ભાનુશંકર બા. વ્યાસ

Advertisements

Entry filed under: હરિવરને કાગળ.

મને હું શોધું છું – દલપત પઢિયાર કોઇ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

4 ટિપ્પણીઓ Add your own

  • 1. Suresh  |  જૂન 25, 2006 પર 5:24 એ એમ (am)

    ‘બાદરાયણ’ નું નામ શું હતું ? બહુ જ સુંદર કવિતા.

    જવાબ આપો
  • 2. વિવેક  |  જૂન 26, 2006 પર 6:36 એ એમ (am)

    સાચે જ સરસ કાવ્ય.

    જવાબ આપો
  • 3. ઉર્મિ સાગર  |  જૂન 26, 2006 પર 8:56 એ એમ (am)

    નમસ્તે જયશ્રી,

    પ્રથમ બે પંક્તિઓ મેં વર્ષો પહેલાં ક્યાંક વાંચી હતી અને તુરંત કંઠસ્થ થઇ ગઇ હતી… આજે પ્રથમવાર આખી કવિતા વાંચવા મળી…. ખુબ જ સરસ છે.

    ઘણો આભાર જયશ્રી…

    જવાબ આપો
  • 4. manvant  |  જુલાઇ 9, 2006 પર 7:18 પી એમ(pm)

    બાદરાયણનું નામ :”શ્રી ભાનુશંકર વ્યાસ”
    અને ઉપનામ “કેડી”.શ્રીમાન સુરેશભાઈની જાણ
    માટે….મંનવંત.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,242 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: