આયનાની જેમ – મનોજ ખંડેરિયા.

જૂન 28, 2006 at 1:40 એ એમ (am) 5 comments

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેના અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

Advertisements

Entry filed under: ગીત.

કોઇ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’ યાદ છે – અહમદ ગુલ

5 ટિપ્પણીઓ Add your own

  • 1. Suresh  |  જૂન 28, 2006 પર 4:37 એ એમ (am)

    મારી પાસે આ ગીત ગાયેલું છે. બહુ જ સરસ કંપોઝીશન છે. તએન 5-6 દિવસમાં મળી જશે.

    જવાબ આપો
  • 2. વિવેક  |  જૂન 28, 2006 પર 7:24 એ એમ (am)

    બ્લોગજગતમાં થોડું ઊંડે ઉતરીને જોશો તો જણાશે કે મોટા ભાગના મિત્રો આરંભે શૂરા હોય છે… તમારો બ્લોગ પરત્વેનો અભિગમ જોતાં એવું લાગે છે કે તમે આ ગાડરિયા પ્રવાહથી અલગ છો. તમારી નિષ્ઠા અને તમારી પસંદગી બંને તારીફના હકદાર છે. મોરપિચ્છના રંગ અને ટહુકાના રણકામાં ભીંજાતી વખતે સતત એમ કેમ લાગે છે કે કંઈક છે જે મને સમાંતર જ દોડી રહ્યું છે?

    જવાબ આપો
  • 3. વિવેક  |  જૂન 28, 2006 પર 7:26 એ એમ (am)

    ખૂબ સુંદર કવિતા….

    જવાબ આપો
  • 4. manvant  |  જૂન 28, 2006 પર 10:18 એ એમ (am)

    આયનામાં કોણ છૂપું જોઇ ગયું ?કાવ્ય રસદાર છે હોં !
    મનોમંથન કે મનોવ્યથા ?

    જવાબ આપો
  • 5. manvant  |  જૂન 28, 2006 પર 11:54 એ એમ (am)

    બ્લૉગ જગતની તમારી વાત સાચી ,વિવેક્ભાઈ !
    મેં “અભિમાની’બ્લૉગ શરુ કરી જયશ્રીબહેનની
    મદદથી થોડાજ દિવસમાં બંધ કર્યો !સૌની હું
    માફી માગું છું.
    આયનામાં કોણ દેખાયું ?કાવ્ય સરસ છે.આભાર !

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 62,944 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: