યાદ છે – અહમદ ગુલ

જૂન 28, 2006 at 7:39 પી એમ(pm) 4 comments

કોઇ પાસેથી ગયાનું યાદ છે
ને સજળ આંખો થયાનું યાદ છે

અવસરોના તોરણોને શું કરું
મંડપો સળગી ગયાનું યાદ છે

તું ય તારું નામ બદલીને આવજે
હું મને ભૂલી ગયાનું યાદ છે

આંસુઓ મારા હશે નક્કી જલદ
પાલવો સળગી ગયાનું યાદ છે

નામ એનું હોઠ પર રમતું રહ્યું
ને ગઝલ પૂરી થયાનું યાદ છે

ગુલ પછી હું ત્યાં કદી ન જઇ શક્યો
હર જખમ તાજા થયાનું યાદ છે

Advertisements

Entry filed under: ગઝલ.

આયનાની જેમ – મનોજ ખંડેરિયા. તમારું જ નામ – અઝીઝ ટંકારવી

4 ટિપ્પણીઓ Add your own

 • 1. radhika  |  જૂન 28, 2006 પર 10:00 પી એમ(pm)

  jayshree your silection is too good and touchy also

  i like all your posts

  hope will always share all that with us

  radhika__.

  જવાબ આપો
 • 2. વણઝારો  |  જૂન 29, 2006 પર 2:44 એ એમ (am)

  koi pasethi gaya nu yaad che
  ne sajal aankho thavanu yaad chhe

  Touchy lines …

  જવાબ આપો
 • 3. વિવેક  |  જૂન 29, 2006 પર 7:32 એ એમ (am)

  સુંદર….સુંદર… ખૂબ જ સુંદર!

  જવાબ આપો
 • 4. manvant  |  જૂન 29, 2006 પર 8:49 એ એમ (am)

  હર જખમ તાજા થયાનું યાદ છે ! વાહ ગુલભાઈ !
  જયશ્રીબહેને મોરનું એક સુંદર પિંછું ઉમેર્યું !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,984 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: