તારે નહીં – હર્ષદ ત્રિવેદી

જુલાઇ 4, 2006 at 12:37 એ એમ (am) 2 comments

કૈંક તો એવું કે ખુદમાંથી જ પરવારે નહીં,
હોઠ પર હૈયેથી આવે એ ય ઉચ્ચારે નહીં!

આ રીતે તો કોઇ માઝમ રાત શણગારે નહીં,
દીપ જલતો હોય તે પળવાર પણ ઠારે નહીં!

એમની તાસીર છે રાખે હ્રદયમાં તોરથી,
થાય ના શરણે ને ખુલ્લેઆમ પડકારે નહીં!

કહે ખરાં, તુજ નામની રટણાં નથી અટકી છતાં –
વાર તહેવારે ય લઇને નામ સંભારે નહીં!

છેવટે ઓળખ મળી છે ઝાંખીપાંખી આટલી,
ડૂબવા તો ના જ દે પૂરેપૂરા તારે નહીં!

Advertisements

Entry filed under: ગઝલ.

મળી પણ શકે છે – કિરણ ચૌહાણ હોઠ હસે તો – હરીન્દ્ર દવે

2 ટિપ્પણીઓ Add your own

  • 1. Suresh  |  જુલાઇ 4, 2006 પર 1:19 પી એમ(pm)

    છેવટે ઓળખ મળી છે ઝાંખીપાંખી આટલી,
    ડૂબવા તો ના જ દે પૂરેપૂરા તારે નહીં!

    ખૂબ સુંદર. ઇશ્વર તારતો નથી તો ડૂબાડતો પણ નથી. મરીઝની યાદ આવી ગઇ – શબ્દો આવા જ કંઇક છે. ‘ખુદ આપે નહીં અને લેવા પણ દે નહીં.’

    જવાબ આપો
  • 2. Devang  |  જુલાઇ 4, 2006 પર 10:18 પી એમ(pm)

    Looks Good Blog

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: