હોઠ હસે તો – હરીન્દ્ર દવે

જુલાઇ 5, 2006 at 12:00 એ એમ (am) 3 comments

હોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;

એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.

અણું જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ.
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;

તવ શ્વાસોનો સ્પર્શ
હ્રદય પર મલયહાર મનભાવન.

કોઇને મન એ ભરમ, કોઇ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;

પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.

(મુદા એટલે અવધિ, સમય મર્યાદા ; અવગાહન એટલે એમાં રસતરબોળ થઈ જવું )

Advertisements

Entry filed under: ગીત.

તારે નહીં – હર્ષદ ત્રિવેદી રાહ – રિતા ભટ્ટ

3 ટિપ્પણીઓ Add your own

  • 1. manvant  |  જુલાઇ 5, 2006 પર 9:56 એ એમ (am)

    બે અક્ષર પ્રીત ના ?હોઠ હસે જ !
    સુંદર કાવ્ય છે. અભિનંદન.

    જવાબ આપો
  • 2. Nav-Sudarshak  |  જુલાઇ 5, 2006 પર 6:30 પી એમ(pm)

    One of the most known creation of Harindra Dave. Very popular lines in Gujarati poetry. Your Blog is very elegant. And so is the selection. … Harish Dave

    જવાબ આપો
  • 3. વિવેક  |  જુલાઇ 5, 2006 પર 11:32 પી એમ(pm)

    ‘હોઠ હસે તો ફાગુન’ પંક્તિ વર્ષો પહેલાં જ્યારે પ્રથમવાર વાંચી હતી ત્યારે અનાયાસ જ કંઠસ્થ થઈ ગઈ હતી. કદાચ એ જ સાચી કાવ્ય-શક્તિ છે!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: