સાહ્યબો – રઘુનાથ બ્રહ્મભટ્ટ

જુલાઇ 11, 2006 at 11:30 પી એમ(pm) 4 comments

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.

– રઘુનાથ બ્રહ્મભટ્ટ
( જન્મ : ડિસેમ્બર 13, 1892 ; અવસાન : જુલાઇ 11, 1983 )

Advertisements

Entry filed under: ગીત.

તકિયાકલામ – અંકિત ત્રિવેદી નક્કી દુખે છે તને પેટમાં ! – કૃષ્ણ દવે

4 ટિપ્પણીઓ Add your own

  • 1. Suresh  |  જુલાઇ 12, 2006 પર 3:17 એ એમ (am)

    આભાર. આ કવિનો બાયો ડેટા છે?

    જવાબ આપો
  • 2. manvant  |  જુલાઇ 12, 2006 પર 11:52 એ એમ (am)

    સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
    ઓઢણી ઓઢી ઉમંગની ! આ ગીત એના
    મૂળ અવાજમાં સાંભળવા મળી શકે ? મારી
    ઘણા વખતની શોધ અને તરસનો અંત !
    જયશ્રીબહેનને ખાસ ધન્યવાદ આપવા પડે જ !
    આ ગીત જૂના નાટકમાં ગવાયેલું છે,તે જાણ માટે.

    જવાબ આપો
  • 3. વિવેક  |  જુલાઇ 13, 2006 પર 1:30 એ એમ (am)

    Nice post….

    જવાબ આપો
  • 4. Gurjar desh  |  જુલાઇ 13, 2006 પર 7:54 પી એમ(pm)

    સુંદર કૃતિ છે. અમે અમારી વેબસાઇટ પર થોડા દિવસો પહેલા જ આ કૃતિ મુકી હતી. (http://www.gurjardesh.com/tabid/133/EntryID/17/Default.aspx)

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: