ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ.

જુલાઇ 15, 2006 at 6:48 પી એમ(pm) 3 comments

જા, કશીયે વાત ના કર,
પુષ્પ પર આઘાત ના કર.

ચૂપ મારે થૈ જવું છે,
મૌનમાં તું શબ્દ ના ભર.

આગ બન કે જળ બની જા,
બર્ફક થૈને આમ ના ઠર.

પીગળીને પાર તું થા,
આંસુમાં તું આમ ના તર.

સૂર્ય, તું આંખો મીંચી દે,
ઓસ પર આઘાત ના કર.

Advertisements

Entry filed under: ગઝલ.

ચાલો… આજે સેન ફ્રાન્સિસ્કો ફરીયે… ત્યાં સુધી – ભાનુપ્રસાદ ત્રિવેદી

3 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  જુલાઇ 15, 2006 પર 11:17 પી એમ(pm)

    ગઝલનો મત્લો અદભૂત છે… અને આખી ગઝલ પણ સુંદર! મોરપિચ્છમાં આટલા બધા રંગો આટલી ત્વરાથી ઉપસી આવશે એવી આશા હતી જ, એને પુષ્ટિ આપવા બદલ આભાર…

    જવાબ આપો
  • 2. Suresh  |  જુલાઇ 17, 2006 પર 3:39 એ એમ (am)

    હર્ષભાઇની આ બીજી ગઝલ હમણાં હમણાં વાંચવા મળી. બહુ જ સરસ લખે છે.
    ત્રીજી પંક્તિની બીજી લાઇનમાં બરફ શબ્દ છે કે બીજો કોઇ?

    જવાબ આપો
  • 3. manvant  |  જુલાઇ 17, 2006 પર 11:08 એ એમ (am)

    સૂર્ય તું આંખો મીંચી દે !ઓસ પર આઘાત ના કર !
    વાહ ! હર્ષે હર્ષ આપ્યો !જયશ્રીબહેનનો જય થાઓ!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: