હું માણસ છું કે ? – ચંદ્રકાન્ત શાહ.

જુલાઇ 23, 2006 at 11:07 પી એમ(pm) 4 comments

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઇ જનમની હજી કનડતી ઈચ્છાઓથી જીવતર લથબથ ભીંજે
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે ?

આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઇને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો.
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઇને રખડું છું હું માણસ છું કે ?

ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

Advertisements

Entry filed under: ગીત.

પાંખો કાપવી ‘તી તો… – કૃષ્ણલાલ શ્રીધરાણી સાથે મૂકીને જો – જયેન્દ્ર શેખડીવાળા

4 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  જુલાઇ 24, 2006 પર 5:25 એ એમ (am)

    This post has been removed by the author.

    જવાબ આપો
  • 2. વિવેક  |  જુલાઇ 24, 2006 પર 5:26 એ એમ (am)

    સરસ ગીત… ખીલાવાળી વાત જાણે ખીલાની જેમ માંહ્યમા પેસી જ ગઈ!

    જવાબ આપો
  • 3. Dhaval  |  જુલાઇ 24, 2006 પર 9:02 એ એમ (am)

    ચોટદાર કાવ્ય !

    જવાબ આપો
  • 4. manvant  |  જુલાઇ 24, 2006 પર 2:01 પી એમ(pm)

    એક પંક્તિ યાદ આવી :
    જન્મ ને જીવનાં કૃત્યો ,આકસ્મિક સહુ અરે !
    પાસા ફેંકે જનો સર્વે,દા’દેવો હરિ હાથ છે !
    માણસ કે શેતાન:બનાવનારો જ જાણે ને ?
    અસરકારક કાવ્ય છે.આભાર !જ.બેન!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,242 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: