સાથે મૂકીને જો – જયેન્દ્ર શેખડીવાળા

જુલાઇ 25, 2006 at 12:23 એ એમ (am) 3 comments

અંધારને, અજવાસને સાથે મૂકીને જો
અવકાશને, આ શ્વાસને સાથે મૂકીને જો

પીળાં ફૂલોનો સૂર્ય નહીં આથમે કદી
સ્મરણ અને સુવાસને સાથે મૂકીને જો

તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો

ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો

લથબથ અવાજમાં કશું તેં પણ કહ્યું હતું
ગઝલને, બાહુપાશને સાથે મૂકીને જો

Advertisements

Entry filed under: ગઝલ.

હું માણસ છું કે ? – ચંદ્રકાન્ત શાહ. આજે થોડી વાતો… મારા વિષે, મારી મેરેથોન વિષે….

3 ટિપ્પણીઓ Add your own

  • 1. "ઊર્મિસાગર"  |  જુલાઇ 25, 2006 પર 11:21 એ એમ (am)

    અંધાર અને અજવાસને, અવકાશ અને શ્વાસને, સ્મરણ અને સુવાસને, લાગણીના પ્રાસને, ઝાંખપ અને ઉજાસને, અને અંતે ગઝલ અને બાહુપાશને સાથે મૂકવાની કવિની વાત અદભૂત છે!! એમાં પાછી કવિએ સ્પર્શોની વારતા પણ કરી લીધી… સરસ!

    જવાબ આપો
  • 2. manvant  |  જુલાઇ 25, 2006 પર 1:18 પી એમ(pm)

    તું હોય છે ,તો હોય છે સ્પર્શોની વારતા…હાસ્તો !
    એ હોય તો સ્પર્શ ને સ્પર્શ હોય તો વારતા !ઉદાત્ત
    સર્જન છે.આનંદ !

    જવાબ આપો
  • 3. ધવલ  |  જુલાઇ 25, 2006 પર 9:54 પી એમ(pm)

    અંઘાર, અજવાસ, અવકાશથી શરુ કરીને સ્પર્શો ને બાહુપાશ સુધી ખેંચાયેલ રેશમી ગઝલ… મઝા આવી ગઈ !

    તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
    તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો

    એ શેર સૌથી વધુ ગમ્યો.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: