આકાશનું ગીત – અનિલ જોશી

જુલાઇ 27, 2006 at 5:53 પી એમ(pm) 4 comments

– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

ગોફણની છૂટતો પથ્થર થઇને કયાંક
પટકાતું ભોંય મને લાગું
ગુલમ્હોરી ડાળખીના લીલા આકારને
ઝૂકી ઝૂકીને તોય માગું

કલરવની સુંદરીને લઇને પસાર થતી જોઇ લઉં પોપટની પાલખી
– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

વગડાનું ઘાસ નથી માંગ્યું સખી, કે નથી
માગી મેં પર્વતની ધાર
ચકલીનો નાનકો ઉતારો આપીને તમે
લઇ લ્યો ને ઊડતો વિસ્તાર !

નીકળતા વાયરે ચડતી પતંગના કાગળમાં ગીત દઉં આળખી
– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

(આ રચના સમજવામાં મદદ કરશો? )

કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ :
ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી )
અમે બરફના પંખી
પહેલા વરસાદનો છાંટો
કન્યા-વિદાય
દીકરી વ્હાલનો દરિયો…

Advertisements

Entry filed under: ગીત.

મને પરવડે નહીં – સ્નેહી પરમાર અમથા અમથા – ‘સરોદ’

4 ટિપ્પણીઓ Add your own

  • 1. amitpisavadiya  |  જુલાઇ 27, 2006 પર 9:52 પી એમ(pm)

    nice one !!!

    જવાબ આપો
  • 2. manvant  |  જુલાઇ 28, 2006 પર 10:01 એ એમ (am)

    કાવ્યાર્થ જાણવા માટે આપણે માત્ર કવિને જ
    મળવું ઉચિત છે.વિવિધ વર્ણન દ્વારા કવિને
    કુદરતમાંથી કઈંક શોધવું હોય,એમ લાગે છે.
    કાવ્ય વાંચવું ગમ્યું.આભાર !

    જવાબ આપો
  • 3. Suresh  |  જુલાઇ 29, 2006 પર 3:48 એ એમ (am)

    જયશ્રી
    જન્મ દિને બહુ જ સરસ સંકલન. યાદીમાં પણ આવી ગયું છે તે મને બહુ જ ગમ્યું .

    જવાબ આપો
  • 4. પંચમ શુક્લ  |  જુલાઇ 29, 2006 પર 10:09 એ એમ (am)

    આકાશનું ગીત એ આકાશની ધરતી અને એનું તાદાત્મ્ય અનુભવતી સૃષ્ટીને પામવાની મથામણનું વર્ણન કહી શકાય. આમા એક સ્તરે પહોંચેલા માણસની ભિન્ન સ્તરના માનવથી દૂર જવાની વ્યથા પણ છે

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 62,944 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: