મને પરવડે નહીં – સ્નેહી પરમાર

જુલાઇ 27, 2006 at 12:29 એ એમ (am) 3 comments

આ આટલી ખારાશ, મને પરવડે નહીં
દરિયો જ હો ચોપાસ, મને પરવડે નહીં

મારે સળગતો હાથ લઇને ઘૂમવું સતત
તારે જ રમવો રાસ, મને પરવડે નહીં

મરવું નથી ને યાર હવે જન્મવું નથી
આ કાયમી પ્રવાસ, મને પરવડે નહીં

તારી રજા ના લેય, અને આવજા કરે
એવો તો કોઇ શ્વાસ, મને પરવડે નહીં

બેશક કલમનું વાંઝિયું હોવું મને ગમે
કિન્તુ, એ પ્રસવે લાશ, મને પરવડે નહીં

Advertisements

Entry filed under: ગઝલ.

આજે થોડી વાતો… મારા વિષે, મારી મેરેથોન વિષે…. આકાશનું ગીત – અનિલ જોશી

3 ટિપ્પણીઓ Add your own

  • 1. Dhaval  |  જુલાઇ 27, 2006 પર 7:22 એ એમ (am)

    બહુ ઉત્તમ ગઝલ છે ! સ્નેહી પરમાર કોણ ..ક્યાંના છે ? કોઈ સંગ્રહ ?

    બેશક કલમનું વાંઝિયું હોવું મને ગમે
    કિન્તુ, એ પ્રસવે લાશ, મને પરવડે નહીં

    ઊંચી વાત છે !

    જવાબ આપો
  • 2. manvant  |  જુલાઇ 27, 2006 પર 9:31 એ એમ (am)

    વાંઝિયું રહે ને લાશ પ્રસવે ?આહા!
    બંનેથી ઊલટું જ ગમે તેવું છે !હોં!
    શોધ સારી છે.મને પરવડે એવી!

    જવાબ આપો
  • 3. Anonymous  |  જુલાઇ 27, 2006 પર 12:02 પી એમ(pm)

    Jayshree
    You have found very good gazal.
    You choice of poems are of high quality. I suppose you are coming from the literature background (probably in family). Keep it up.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: