અમથા અમથા – ‘સરોદ’

જુલાઇ 28, 2006 at 10:53 પી એમ(pm) 3 comments

અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા
હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી
બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે
છાના છાના રડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઇ ગયા વીતી ને
ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો
કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી,
નહીં કોઇને નડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક
અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા
તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી,
અંગ અંગથી દડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તો યે
રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે
સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

Advertisements

Entry filed under: ગીત.

આકાશનું ગીત – અનિલ જોશી રૂબાઇયાત – ઉમર ખૈયામ ( અનુ : શૂન્ય પાલનપૂરી )

3 ટિપ્પણીઓ Add your own

  • 1. પંચમ શુક્લ  |  જુલાઇ 29, 2006 પર 9:57 એ એમ (am)

    અદભૂત ભક્તિગીત..સરળ અને ચોટદાર શબ્દો….ખરેખર સરોદનઈ રચના…આની સામે કહેવાતા આધુનિક લોક્પ્રિય ગીતો ફીકા લાગે છે.

    જવાબ આપો
  • 2. manvant  |  જુલાઇ 29, 2006 પર 7:07 પી એમ(pm)

    રહ્યા મૂક થઈ અબોલ મનડે
    છાના છાના રડ્યા…કે અમને રણઝણ મીણા ચડ્યા !
    તંબૂરને બેસૂર બજવું નથી !દર્શન ઉદાત્ત છે.
    મોરનું રળિયામણું પીંછું ઉમેરાયું !

    જવાબ આપો
  • 3. વિવેક  |  જુલાઇ 31, 2006 પર 1:06 એ એમ (am)

    લાગે છે હવે મોરપિચ્છના મીણા પણ ચડી રહ્યાં છે.

    મીણા ચડવા= કેફ ચડવો

    ખટક = ચાનક

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: