ફૂલડાંની ફોરમને કેમ રે… ? – પ્રેમશંકર ભટ્ટ.

જુલાઇ 30, 2006 at 11:31 પી એમ(pm) 3 comments

ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય ?
એ તો વાયરાની આંખે ઊડી જાય રે !

વીજળીનું તેજ થીર કેમ કરી થાય ?
એ તો આભા કેરા હૈયે વેરાય રે !

નાનેરાં નવણ દૈને ડૂબકી તગાય,
ઊંડા સમદર શેણેથી મપાય રે ?

નીરના પિયાસી તરસ્યા કંઠ કેરી લાય
તોયે ઝાંઝવાનાં નીર ના બુઝાય રે !

ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા ઝરૂખડે,
ચાકળા ને ચંદરવા બંધાય રે !

આભ કેરા ટોડલે તોરણો ટિંગાડવાના
મનસૂબા કેમ પૂરા થાય રે !

અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્યને શી વિધે વંચાય રે ?

દર ને દાગીનો ઝીણું રેણ દૈ સંધાય,
તૂટ્યા આયખાને શેણેથી તુણાય રે ?

( પ્રેમશંકર ભટ્ટ. જન્મ : 30-8-1914, અવસાન : 30-7-1976 )

Advertisements

Entry filed under: ગીત.

રૂબાઇયાત – ઉમર ખૈયામ ( અનુ : શૂન્ય પાલનપૂરી ) શ્વાસના મૃગજળ…. – પ્રદીપ આઝાદ

3 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  જુલાઇ 31, 2006 પર 12:54 એ એમ (am)

    સુંદર રચના…. ભાવજગતનું ઝીણું કોતરકામ…સ-રસ!

    જવાબ આપો
  • 2. Suresh  |  જુલાઇ 31, 2006 પર 4:05 એ એમ (am)

    સરસ રચના

    વીજળીનું તેજ થીર કેમ કરી થાય ?
    એ તો આભા કેરા હૈયે વેરાય રે !

    આમાઅં આભ હોય તો ઠીક .

    જવાબ આપો
  • 3. manvant  |  જુલાઇ 31, 2006 પર 9:36 એ એમ (am)

    દર ને દાગીનો ઝીણું રેણ રે સંધાય:
    તૂટ્યા આયખાને શેણેથી તુણાય રે !વાહ કવિ !
    “ઘોડો ભાંગ્યો ઠેકતાં,મન ભાંગ્યું કવેણ:
    મોતી ભાંગ્યું વીંધતાં,નહીં સાંધો નહીં રેણ !”
    રૂને તુણાય …તૂટ્યા આયખાને નહીં.
    બધું જ અશક્યવત ?જ.બહેનનો આભાર !

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: