શ્વાસના મૃગજળ…. – પ્રદીપ આઝાદ

ઓગસ્ટ 1, 2006 at 12:33 એ એમ (am) 5 comments

શ્વાસના તડકા પહેર્યા હર ડગે
કંટકોના પથ મહોર્યા હર ડગે

ઘાવ ઊંડો છેક થાતો જીગર સુધી
પ્રીતના પડઘા પહેર્યા હર ડગે

કોણ જોશે રાહ છેલ્લી પળ સુઘી
શ્વાસના મૃગજળ વેર્યા હર ડગે

સૂરજ તણી પ્રતિ છાયા નીતરે
સાંજ થઇ રંગો અવતર્યા હર ડગે

જિંદગીને કેમ પાછી ઓળખું
શબ્દ કેરા પડઘા ઝર્યા હર ડગે.

( સૂરજ તણી પ્રતિ છાયા નીતરે .. એટલે? મને ખબર ના પડી )

Advertisements

Entry filed under: ગઝલ.

ફૂલડાંની ફોરમને કેમ રે… ? – પ્રેમશંકર ભટ્ટ. અષાઢ આયો – નિરંજન ભગત

5 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  ઓગસ્ટ 1, 2006 પર 2:01 એ એમ (am)

    This post has been removed by the author.

    જવાબ આપો
  • 2. વિવેક  |  ઓગસ્ટ 1, 2006 પર 2:19 એ એમ (am)

    પ્રતિછાયા એટલે પડછાયો, પ્રતિબંબ…

    જવાબ આપો
  • 3. અમિત પિસાવાડિયા  |  ઓગસ્ટ 1, 2006 પર 10:32 એ એમ (am)

    સરસ !!!

    જવાબ આપો
  • 4. manvant  |  ઓગસ્ટ 1, 2006 પર 12:18 પી એમ(pm)

    ડૉ.સાહેબ શ્રી વિવેકભાઈએ પ્રશ્નનો ઉત્તર આપ્યો
    છે.બહેન ! તમે આવા ગજબના શબ્દોવાળી
    રચનાઓ ક્યાંથી શોધી લાવો છો ?

    જવાબ આપો
  • 5. Suresh  |  ઓગસ્ટ 2, 2006 પર 3:30 એ એમ (am)

    ‘કોણ જોશે રાહ છેલ્લી પળ સુઘી
    શ્વાસના મૃગજળ વેર્યા હર ડગે.’

    બધી જ પંક્તિઓ સરસ છે, પણ ઉપરની બે બહુ જ ગમી. હર શ્વાસ – જીવનની એક એક ક્ષણ – મૃગજળ સમાન છે. વાહ.–>

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 62,944 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: