અષાઢ આયો – નિરંજન ભગત

ઓગસ્ટ 2, 2006 at 12:01 એ એમ (am) 4 comments

રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂરને દખ્ખણ મીટ માંડીને
મોરલે નાખી ટ્હેલ,
વાદળી સાગરસેજ છાંડીને
વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો !

મેધવીણાને કોમલ તારે
મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે
રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો,
મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો !

આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારેય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર
વિરહનો જ વિલાપ !?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

બિરહમાં બાઢ લાયો!
રે આજ આષાઢ આયો !


માઢ= એ નામનો એક રાગ. (સંગીત.)
સાલ્યોનો એક અર્થ શૂળની માફક દિલમાં ખટકવું કે દુઃખ થવું થાય છે.

Advertisements

Entry filed under: ગીત.

શ્વાસના મૃગજળ…. – પ્રદીપ આઝાદ સહજ – કૃષ્ણ દવે

4 ટિપ્પણીઓ Add your own

  • 1. manvant  |  ઓગસ્ટ 2, 2006 પર 9:24 એ એમ (am)

    મહાકવિ કાલિદાસનું’મેઘદૂત’મહાકાવ્ય યાદ
    આવી ગયું !’આષાઢસ્ય પ્રથમ દિવસે….’
    આનંદની અવધિ નથી ! આભાર !

    જવાબ આપો
  • 2. વિવેક  |  ઓગસ્ટ 3, 2006 પર 1:51 એ એમ (am)

    સાચે જ સુંદર કવિતા….

    જવાબ આપો
  • 3. Suresh  |  ઓગસ્ટ 3, 2006 પર 4:00 એ એમ (am)

    બહુ જ સરસ. આ ગીતનું શ્રી. આશિત દેસાઇએ ‘મેઘ-મલ્હાર ‘ આલ્બમમાં બહુ જ સરસ સ્વરાંકન કર્યું છે. તને ગીતો ગમે છે, એટલે તે પણ બહુ ગમશે.

    જવાબ આપો
  • 4. નિરંજન ભગત « ગુજરાતી સારસ્વત પરિચય  |  ઓક્ટોબર 5, 2006 પર 3:49 પી એમ(pm)

    […] #  અષાઢ આયો […]

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 62,944 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: