છાની વાતને ફડક – ધૂની માંડલિયા

ઓગસ્ટ 7, 2006 at 10:45 પી એમ(pm) 3 comments

મારી જ અંદર, એક એકાકી સડક છે,
દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.

જો જીભ આવે ભીંતને, તો તો શું થશે ?
પ્રત્યેક છાની વાતને એની ફડક છે.

ફૂલોને મળવા તોય દોડી ગઇ હવા,
એને ખબર છે, કાંટાનો પહેરો કડક છે.

હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
મારા-તમારા વચ્ચે બસ, આ ફરક છે.

આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો
આંસુ કહે, એવો અમારો મલક છે.

હમણાં જ એ આવી ગયા, એથી જ તો,
‘ધૂની’ શ્વાસના ચહેરા ઉપર કેવી ચમક છે.

( આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો – આંસુ કહે, એવો અમારો મલક છે. મને આ શેરમાં ખબરના પડી.. )

Advertisements

Entry filed under: ગઝલ.

પ્રશ્ન – ઉમાશંકર જોષી ધ્રુસકે ચડશે – કૃષ્ણ દવે

3 ટિપ્પણીઓ Add your own

  • 1. Pancham Shukla  |  ઓગસ્ટ 10, 2006 પર 4:00 એ એમ (am)

    મારી જ અંદર, એક એકાકી સડક છે,
    દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.

    Nice expression….it is everyones landscape!

    જવાબ આપો
  • 2. વણઝારો  |  ઓગસ્ટ 11, 2006 પર 11:52 પી એમ(pm)

    હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
    મારા-તમારા વચ્ચે બસ, આ ફરક છે.

    સરસ પંક્તિ છે .

    જવાબ આપો
  • 3. manvant  |  ઓગસ્ટ 14, 2006 પર 10:15 એ એમ (am)

    કાવ્યાર્થ તો કવિ જ કરે !
    ‘હમણાં જ એ આવી ગયા: એથી જ તો !
    “ધૂની”શ્વાસના ચહેરા ઉપર કેવી ચમક છે !’
    આખરે કોઇ તો આવ્યુંજ !…..આભાર !

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 62,936 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: