એણે કાંટો કાઢીને – વિનોદ જોષી

ઓગસ્ટ 13, 2006 at 1:27 એ એમ (am) 3 comments

એણે કાટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફર્ર દઇ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.

હવે દીવો ઠારું? કે પછી દઇ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઇ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

Advertisements

Entry filed under: ગીત.

ધ્રુસકે ચડશે – કૃષ્ણ દવે પરવરદિગાર દે – મરીઝ

3 ટિપ્પણીઓ Add your own

 • 1. અમિત  |  ઓગસ્ટ 13, 2006 પર 3:33 એ એમ (am)

  હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
  કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

  બહુ જ સુંદર રચના,
  ગામઠી શબ્દો થી રસસભર …
  આભાર.

  જવાબ આપો
 • 2. Dhaval  |  ઓગસ્ટ 13, 2006 પર 1:00 પી એમ(pm)

  સુંદર !

  જવાબ આપો
 • 3. manvant  |  ઓગસ્ટ 14, 2006 પર 9:57 એ એમ (am)

  કોઇ મારામાં ઓગળીને પરભારું ડૂલ !
  કોણ ઓગળ્યું હશે ?…. આભાર !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,591 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: