વહેમવાળી જગા – રમેશ પારેખ

ઓગસ્ટ 22, 2006 at 1:35 એ એમ (am) 4 comments

આ હથેળી બહુ વહેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.

હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે

મને આ નગરમાં નિરાધાર છોડી
રસ્તા બધા કોની પાછળ ગયા છે

છે આકાશમાં છે, અને આંખોમાં પણ છે
સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણા છે

પહાડો ઉભા રહીને થાક્યા છે એવા
કે પરસેવા, નદીઓની પેઠે વહ્યા છે

મને ખીણ જેવી પ્રતિતિ થઇ છે
હું છું ને ચારે તરફ ડુંગરા છે

ગઝલ હું લખું છું અને આજુ-બાજુ
બધા મારા ચહેરાઓ, ઉંઘી રહ્યા છે

Advertisements

Entry filed under: ગઝલ.

મારો ઉજાસ થઇને – કરસનદાસ લુહાર યા હોમ કરીને પડો – નર્મદ

4 ટિપ્પણીઓ Add your own

  • 1. અમિત  |  ઓગસ્ટ 23, 2006 પર 1:33 એ એમ (am)

    બહુ જ સુંદર કાવ્ય છે.
    સરસ અભિવ્યક્તિ.
    આભાર.

    જવાબ આપો
  • 2. ઊર્મિસાગર  |  ઓગસ્ટ 23, 2006 પર 6:53 એ એમ (am)

    મારા પ્રિય કાવ્યોમાંનું એક સુંદર કાવ્ય…

    હવે પાંપણોમાં અદાલત ભરાશે
    મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે

    આ પંક્તિ મને ખૂબ જ ગમે છે.

    આભાર જયશ્રી!

    જવાબ આપો
  • 3. Anonymous  |  ઓગસ્ટ 23, 2006 પર 7:21 એ એમ (am)

    I love this picture of dulhan!
    very nice…

    UrmiSaagar

    જવાબ આપો
  • 4. dwaipal  |  એપ્રિલ 23, 2008 પર 12:38 પી એમ(pm)

    touchy poem , isn’T IT?

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: