યા હોમ કરીને પડો – નર્મદ

ઓગસ્ટ 23, 2006 at 11:59 પી એમ(pm) 4 comments

સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે,

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

( કવિશ્રી નર્મદાશંકર દવે : જન્મ 24-8-1833 )

Advertisements

Entry filed under: ગીત.

વહેમવાળી જગા – રમેશ પારેખ મુક્તકો – બરકત વિરાણી ‘બેફામ’

4 ટિપ્પણીઓ Add your own

  • 1. Rahul Shrimali  |  ઓગસ્ટ 26, 2006 પર 1:43 એ એમ (am)

    this poem of narmad inspire the nation and the young generation to do best in this world. nice

    જવાબ આપો
  • 2. Nav-Sudarshak  |  ઓગસ્ટ 26, 2006 પર 8:42 પી એમ(pm)

    કવિ નર્મદે તેમના સમયમાં ગંધાઈ ગયેલા માળખામાં સબડતા સંકુચિત સમાજમાં પ્રાણ ફૂંકવા ભગીરથ પ્રયત્નો કરેલ. “યા હોમ … “ તેનું ઉદાહરણ છે. જયશ્રી! આ અમર કૃતિ યાદ કરવા બદલ અભિનંદન … હરીશ દવે અમદાવાદ

    જવાબ આપો
  • 3. અમિત પિસાવાડિયા  |  ઓગસ્ટ 28, 2006 પર 9:19 એ એમ (am)

    સુંદર શોર્યગીય…

    આભાર !!!

    જવાબ આપો
  • 4. વિવેક  |  સપ્ટેમ્બર 3, 2006 પર 1:43 એ એમ (am)

    નર્મદની અન્ય કૃતિઓ આપ અહીં માણી શકો છો:

    http://layastaro.com/?p=279
    http://layastaro.com/?p=442
    http://layastaro.com/?p=203

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: