સાંજ – પુષ્પા મહેતા (પારેખ)

સપ્ટેમ્બર 5, 2006 at 7:08 એ એમ (am) 3 comments

સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે
કોઇ ત્યારે યાદ આવી જાય છે

રાત ઢળતા એક પડછાયો મળે
એ પછી ચોમેર વ્યાપી જાય છે

છુંદણાંમાં કોણ પીડા આપતું
એ વિચારે દર્દ ભાગી જાય છે

છાંટણાં વરસાદના સ્પર્શી જતાં
રોમ સૌ ધરતીના જાગી જાય છે

હું અહ્રર્નિશ યાદનું છું તાપણું
કોઇ આવી રોજ તાપી જાય છે

રોજ હું વાવી રહી સંબંધને
રોજ આવી કોણ કાપી જાય છે

Entry filed under: ગઝલ.

ઊગે છે – કૃષ્ણ દવે ગઝલ – હરિશચન્દ્ર જોશી

3 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  સપ્ટેમ્બર 6, 2006 પર 1:04 પી એમ(pm)

    અદભૂત ગઝલ….. ખૂબ જ સુંદર… બની શકે તો એમની બીજી ગઝલો પણ વંચાવજો…. બધા જ શેર દિલને સ્પર્શી જાય તેવા છે…

    જવાબ આપો
  • 2. ઊર્મિસાગર  |  સપ્ટેમ્બર 6, 2006 પર 1:46 પી એમ(pm)

    હું અહ્રર્નિશ યાદનું છું તાપણું
    કોઇ આવી રોજ તાપી જાય છે

    રોજ હું વાવી રહી સંબંધને
    રોજ આવી કોણ કાપી જાય છે

    great lines….. nice gazal!
    thanks Jayshree!

    જવાબ આપો
  • 3. sujata  |  સપ્ટેમ્બર 8, 2006 પર 10:42 એ એમ (am)

    speechless……..

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 82,981 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.