આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….

સપ્ટેમ્બર 15, 2006 at 3:36 એ એમ (am) 4 comments

રોમાંચ હું અનુભવું ઝાકળના સ્પર્શથી
વિહ્-વળ બને છે જેમ યુગો પળના સ્પર્શથી
સંભાવના નથી કે અમીવૃષ્ટિ થાય, પણ
કંપે છે હિમશિખર કોઇ વાદળના સ્પર્શથી

– ભગવતીકુમાર શર્મા

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

– અમૃત ઘાયલ

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઇશારો જોઇએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઇએ

– શૂન્ય પાલનપુરી

જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?

શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા

– જયેન્દ્ર મહેતા

કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં, એકધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઇની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું

– મુસાફિર પાલનપુરી

Advertisements

Entry filed under: મુક્તકો.

વ્યથા… વેદના… ઉદાસી… દર્દ… સાનિધ્ય – ચતુર પટેલ

4 ટિપ્પણીઓ Add your own

 • 1. વિવેક  |  સપ્ટેમ્બર 17, 2006 પર 2:15 પી એમ(pm)

  તમારી મહેનત અને તમારું વાંચન – બંને દાદ માંગી લે છે… આ નવા પ્રકારની પોસ્ટની રજૂઆત મોરપિચ્છના રંગોને ઓર મનમોહક બનાવી દે છે….

  જવાબ આપો
 • 2. Chetan Framewala  |  સપ્ટેમ્બર 18, 2006 પર 4:44 પી એમ(pm)

  સુંદર સંકલન -આભાર .

  કચ્છ ભુકંપ વખતે લખાયેલે કવિતા યાદ આવી ગઈ.

  ચાલ ફરી આ ઉપવન ,મહેકાવવાની, વાત કર,
  ચાલ ફરીથી ટટ્ટાર ઊભા થવાની વાત કર,

  અશ્રુઓના ધોધને શું થયું પૂછો નહીં,
  નિ;સહાય આંખ પર બંધ ધરવાની વાત કર.

  જડ થયેલા હૈયાની, જડતા સમાવવા આજ,
  લાગણીથી ફરી ચેતન અવતારવાની વાત કર ..

  જય ગુર્જરી,

  ચેતન ફ્રેમવાલા

  જવાબ આપો
 • 3. vijay  |  સપ્ટેમ્બર 18, 2006 પર 5:24 પી એમ(pm)

  સુંદર સંકલન -આભાર

  જવાબ આપો
 • 4. Suresh Jani  |  સપ્ટેમ્બર 22, 2006 પર 10:23 પી એમ(pm)

  દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે
  મને તો મુફલીસીમાં પણ એ માલામાલ રાખે છે.  જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’નું
  છતાં હિમ્મત જુઓ , એ નામ ‘અમૃતલાલ’ રાખે છે.

  પોતાના પર જ ખુમારી થી કરેલી ગઝલ !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,611 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: