સાનિધ્ય – ચતુર પટેલ

સપ્ટેમ્બર 16, 2006 at 6:28 એ એમ (am) 7 comments

એકવાર સાનિધ્ય
સ્વીકાર્યા પછી
તું હોય કે ઇશ્વર
શું ફરક પડે છે મને !

કિનારાના અસ્તિત્વનો
સ્વીકાર કરવો કે નહીં
એ તો નદીનો પ્રશ્ન છે
મારે તો –
તૂટતા જ રહેવાનું
તારા ધસમસતા પ્રવાહથી !

એકવાર ઝંઝાવાતમાં
સપડાયા પછી –
તૂટવું, ફૂટવું, ઢસડાવું
એ તો મારી નિયતિ છે !
મેં કયાં
કશીય રાવ કરી છે
તને કે ઇશ્વરને !
મેં સ્વીકારેલા યુધ્ધમાં
મારે જ મારી રીતે જ
લડવાનું છે
મને તો બસ –
એટલી જ ખબર છે કે
મારો વિષાદ, મારું દર્દ
ગમો-અણગમો,
ગતિ-પ્રગતિ કે અધોગતિ
બધું જ મારું હશે….

શરત એટલી જ હોય
કે –
આની જાણ ઉભયને હોય !
એકવાર
શરણાગતિ સ્વીકાર્યા પછી
જય કે પરાજય
મારો શણગાર બની રહેશે.

Advertisements

Entry filed under: અછાંદસ.

આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ…. કે કાગળ હરિ લખે તો બને – રમેશ પારેખ

7 ટિપ્પણીઓ Add your own

 • 1. હરીશ દવે  |  સપ્ટેમ્બર 17, 2006 પર 2:59 એ એમ (am)

  સુંદર અભિવ્યક્તિ ….હરીશ દવે

  જવાબ આપો
 • 2. અમિત પિસાવાડિયા  |  સપ્ટેમ્બર 17, 2006 પર 3:47 એ એમ (am)

  શરણાગતિ સ્વીકાર્યા પછી
  જય કે પરાજય
  મારો શણગાર બની રહેશે.

  સરસ !
  આભાર.

  જવાબ આપો
 • 3. વિવેક  |  સપ્ટેમ્બર 17, 2006 પર 2:11 પી એમ(pm)

  સુંદર કવિતા… સરળ ભાષામાં વહી આવતા શબ્દો દિલને વધુ નજીકથી અડી જતા હોય છે…

  જવાબ આપો
 • 4. Ajay Patel  |  સપ્ટેમ્બર 17, 2006 પર 4:07 પી એમ(pm)

  “એકવાર સાનિધ્ય સ્વીકાર્યા પછી તું હોય કે ઇશ્વર શું ફરક પડે છે મને !”
  “કિનારાના અસ્તિત્વનો સ્વીકાર કરવો કે નહીં એ તો નદીનો પ્રશ્ન છે”

  એક અતિ સરસ રચના. અભિનંદન શ્રી ચતુર પટેલ ને.

  જવાબ આપો
 • 5. Urmi Saagar  |  સપ્ટેમ્બર 17, 2006 પર 7:41 પી એમ(pm)

  એકવાર ઝંઝાવાતમાં
  સપડાયા પછી –
  તૂટવું, ફૂટવું, ઢસડાવું
  એ તો મારી નિયતિ છે !
  મેં કયાં
  કશીય રાવ કરી છે
  તને કે ઇશ્વરને !

  એકદમ સરળ શબ્દોમાં અંતરને અડી જતી એક ખૂબ જ સુંદર અભિવ્યક્તિ… સુંદર કવિતા!

  જવાબ આપો
 • 6. સુરેશ જાની  |  સપ્ટેમ્બર 18, 2006 પર 1:29 પી એમ(pm)

  આનાથી સાવ વિરુધ્ધ ભાવનો પણ મને બહુ જ ગમતો અને સરસ સંદેશો આપતો શ્લોક યાદ આવી ગયો.

  તૃણાનિ નોન્મૂલયતિ પ્રભન્જનો
  મૃદૂનિ નીચૈઃ પ્રણતાનિ સર્વશઃ
  સમુચ્છ્રિતાન્ એવ તરુન્ પ્રબાધતે
  મહાન્ મહત્સ્ત્વેવ કરોતિ વિક્રમમ્

  ‘ નીચે નમી ગયેલાં મૃદુ તરણાંને ઝંઝાવાત કશી અસર કરતો નથી. તે માત્ર ઉત્તુંગ ઊભેલા વૃક્ષોને જ પાડી નાંખે છે. મહાન હોય તે મહાનની સાથે જ બાથ ભીડે છે.”

  મને તૃણ જેવા થઇ, ઠાલું અસ્તિત્વ ટકાવી રાખવા કરતાં ઉત્તુંગ વૃક્ષ થવાનો આ સંદેશ વધારે ગમ્યો.
  શરણાગતિ સ્વીકારવી તે સારી વાત છે, પણ તે ફળની અપેક્ષા ન રાખવા પૂરતી મર્યાદિત હોવી જોઇએ.
  પરાક્રમ કરવાથી આપણને રોકે તેવી શરણાગતિ કદી સ્વીકાર્ય ન હોવી ઘટે. અને ઘટે તો તૃણ જેવા થઇને ગુલામ વત્ રહેવાની તૈયારી રાખવી જોઇએ !

  જવાબ આપો
 • 7. Rajendra Trivedi,M.D.  |  સપ્ટેમ્બર 28, 2006 પર 2:59 એ એમ (am)

  YOU ARE ALL DOING GOOD.
  ONCE YOU ARE IN LOVE .
  AS AMIT,VIVEK OR URMI,
  AJAY,HARISH OR SURESH IS PUTTING THEIR FEELING IN WORDS AND KEEP ME READING AND ENJOY GUJARATI.
  KEEP UP YOU BLOGS !!!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,591 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: