અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા

સપ્ટેમ્બર 20, 2006 at 5:05 એ એમ (am) 4 comments

એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર, એક મોરપિચ્છ પર. અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે…. પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય….

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ
તમે નદીઓના ડુબેલા ગાન

અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

Advertisements

Entry filed under: ગીત.

કે કાગળ હરિ લખે તો બને – રમેશ પારેખ પ્રભુ, દેજો – સુન્દરમ

4 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  સપ્ટેમ્બર 21, 2006 પર 7:35 એ એમ (am)

    ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ ના હરીન્દ્ર દવે, ‘દરિયાને તીર એક રેતીની ઓટલી’ના સુંદરમ ‘ડુબવાની ઘટના’ના નયન દેસાઈ – ઘણા બધા કવિઓ એક જ જગ્યાએ ભેગા થઈ ગયા હોય એમ લાગ્યું..

    જવાબ આપો
  • 2. Suresh Jani  |  સપ્ટેમ્બર 21, 2006 પર 7:55 પી એમ(pm)

    નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
    આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

    આપણો અહમ્ ઓગળે ત્યારે ‘તે’ યાદ આવે જ.
    નામ ડૂબે ત્યારે જ આભ ઊગે.
    પરમ તત્વની સાથે અદ્ ભૂત અંતર વાણી

    જવાબ આપો
  • 3. કસુંબલ રંગનો વૈભવ  |  સપ્ટેમ્બર 28, 2006 પર 6:47 એ એમ (am)

    thanx jayshreeben gana samay pachhi panakj udhasni aa gazal sambhali ,,,,,,,gana badhu collection chhe mari pase pan …aapana hatij pan……chelle mara ek mitra u.s.a.gyaa tyare ….gana badhi…..odio lai gaya chhe…………to aaj samabhlai good job……….

    જવાબ આપો
  • 4. તમે વાતો કરો તો … - સુરેશ દલાલ « મોરપિચ્છ  |  ઓક્ટોબર 11, 2006 પર 6:09 એ એમ (am)

    […] થોડા દિવસો પહેલા બે સરખા જેવા ગીતો એક સાથે મોરપિચ્છ અને ટહુકો પર મૂકેલા; ( અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે ) […]

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: