છૂટ છે તને – ડૉ. વિવેક મનહર ટેલર

સપ્ટેમ્બર 28, 2006 at 7:54 પી એમ(pm) 5 comments

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

Advertisements

Entry filed under: ગઝલ.

લાજ રાખી છે – કૈલાસ પંડિત ગઝલ – ચિનુ મોદી

5 ટિપ્પણીઓ Add your own

 • 1. Jayshree  |  સપ્ટેમ્બર 28, 2006 પર 7:58 પી એમ(pm)

  Dear Vivekbhai,

  Am I permitted to publish your Gazals here wthout your permission ?

  જવાબ આપો
 • 2. amit pisavadiya  |  સપ્ટેમ્બર 29, 2006 પર 5:18 એ એમ (am)

  વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
  સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

  વાહ !

  જવાબ આપો
 • 3. વિવેક  |  સપ્ટેમ્બર 29, 2006 પર 1:06 પી એમ(pm)

  જયશ્રી,

  ઘણા દિવસો પછી આજે ફરીથી થોડી નવરાશ મળી અને મારા પ્યારા બ્લોગ્સ એક પછી એક ઉઘાડતો ગયો… અચાનક તમારા બ્લોગ પર આવતાં જ એક સુખદ આંચકો લાગ્યો… અરે! આ તો મારી જ ગઝલ!

  આભાર, જયશ્રી… હું દુનિયા આખીના કવિઓની કવિતાઓ ‘લયસ્તરો’ પર કોઈને પૂછ્યા-કારવ્યા વિના મૂકું છું તો મારી ગઝલો માટે મને પૂછવાની કંઈ જરૂર ખરી? આ તો મારા માટે આનંદની વાત છે…

  આભાર…

  જવાબ આપો
 • 4. Rajendra Trivedi,M.D.  |  સપ્ટેમ્બર 29, 2006 પર 3:15 પી એમ(pm)

  Dear Vivek,
  Good poem again !!
  Your blog and poems-Pictures are nice and touching.
  Are you a physician?
  Where do you Practice?
  You can see our website, I am giving my free service as a Medical Advisor.
  When you open director,You can see me with Monica .
  We are doing a great work in India,
  Please see our web-site
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 5. vijayshah  |  સપ્ટેમ્બર 30, 2006 પર 2:49 એ એમ (am)

  I am also putting the same on our blog http://www.gujaratisahityasarita.wordpress.com
  thanks

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,611 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: