કોણ માનશે? – ‘મરીઝ’

ઓક્ટોબર 1, 2006 at 2:16 પી એમ(pm) 4 comments

તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે!
જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?

મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
સાથે જ ભોગવું છું સજા કોણ માનશે?

દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત!
મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે?

વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?

છે ખુશનસીબ વ્યક્ત કરે જે ઉદારતા,
દિલમાં રહી ગઈ તે દયા કોણ માનશે?

જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?

Advertisements

Entry filed under: ગઝલ.

ગઝલ – ચિનુ મોદી નવરાત્રીના સ્મરણો…

4 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  ઓક્ટોબર 2, 2006 પર 1:23 પી એમ(pm)

    આજકાલ બ્લોગ પર “કોણ માનશે” રદીફની ગઝલોનો રાફડો ફાટી નીકળ્યો છે… હું જે ગઝલ શોધતો હતો એ શોધી આપવા બદલ આભાર…

    જવાબ આપો
  • 2. Urmi Saagar  |  ઓક્ટોબર 2, 2006 પર 7:03 પી એમ(pm)

    સુંદર ગઝલ!
    વિવેકભાઇની વાત સાચી છે….
    ખાસ કરીને જ્યારથી ‘કોણ માનશે?’ રદીફની પોસ્ટ જ્યારથી ‘સહિયારું સર્જન’ બ્લોગ પર પોસ્ટ થઇ છે ત્યારથી તો ઘણી વાંચવા મળી છે…
    અને એ તો સારું જ છે ને, કે મારા જેવાં નવાં નિશાળીયાઓએ પણ પ્રયત્ન કર્યો છે! 🙂

    જવાબ આપો
  • 3. કસુંબલ રંગનો વૈભવ  |  ઓક્ટોબર 7, 2006 પર 10:09 એ એમ (am)

    દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત!
    મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે?

    vaah………good gazal from mariz…….prem ma sharat………na hoy …….ne………..ane lagani ma magani pan good collection….

    જવાબ આપો
  • 4. સંકલિત: “કોણ માનશે?” « સહિયારું સર્જન  |  ઓક્ટોબર 26, 2006 પર 7:40 પી એમ(pm)

    […] વરસો થયાં હું જેમની મહેફિલથી દૂર છું; ત્યાં પણ હજી છે મારી જગા, કોણ માનશે? (મરીઝ) ‘મરીઝ’ની આ આખી ગઝલ આપ મોરપિચ્છ પર વાંચી શકો છો! […]

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 62,944 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: