ગઝલ – બેદાર લાજપુરી

ઓક્ટોબર 3, 2006 at 7:06 એ એમ (am) 6 comments

શબ્દના એવા ગુના પણ હોય છે
મૌન રહેવામાં ડહાપણ હોય છે

વહેંચવાનો થાય જ્યારે વારસો
વારસોના દૂર સગપણ હોય છે

હર સમય કર્ફ્યુના ટાણે શહેરમાં
માર ખાતી એ ભિખારણ હોય છે

હોય છે માઠી દશામાં દૂર સૌ
લાગણીને કેવી સમઝણ હોય છે

હોય છે બેદાર ક્યારે એકલા
‘આપણી અંદર ઘણા જણ હોય છે’

Advertisements

Entry filed under: ગઝલ.

નવરાત્રીના સ્મરણો… કઝા યાદ આવી – ’મરીઝ’

6 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  ઓક્ટોબર 3, 2006 પર 2:09 પી એમ(pm)

  હોય છે બેદાર ક્યારે એકલા
  ‘આપણી અંદર ઘણા જણ હોય છે’

  એકદમ નવો જ અને બહુજ વિચાર કરવા જેવો વિચાર ! આ વાત બહુ જ સમજવા જેવી છે. આનો વિચાર વિસ્તાર કરીને ‘કાવ્ય સૂર ‘ પર એક બે દિવસમાં મૂકીશ.
  આભાર , જયશ્રી ! સરસ ગઝલ લઇ આવી. ચીલાચાલુ વિચારોથી સાવ નવી જ વાત લઇ આવી !

  જવાબ આપો
 • 2. વિવેક  |  ઓક્ટોબર 4, 2006 પર 12:40 પી એમ(pm)

  આપણી અંદર ઘણા જણ હોય છે – એકદમ ચોટદાર વાત…

  જવાબ આપો
 • 3. manvant  |  ઓક્ટોબર 4, 2006 પર 9:28 પી એમ(pm)

  મૌન રહેવામાં ડહાપણ હોય છે…….યાદ રાખીશ.

  જવાબ આપો
 • […] હોય છે ‘બેદાર’ ક્યારે એકલા આપણી અંદર ઘણા જણ હોય છે #  –   ‘બેદાર’ લાજપુરી […]

  જવાબ આપો
 • 5. sanjay  |  ઓક્ટોબર 15, 2006 પર 2:30 પી એમ(pm)

  superb gazal che. ghana samay pachi aavi dil ma utari janar gazal vanchi.

  જવાબ આપો
 • 6. આપણી અંદર ઘણા જણ હોય છે | સૂરસાધના  |  ડિસેમ્બર 3, 2016 પર 1:45 પી એમ(pm)

  […] #  –   ‘બેદાર’ લાજપુરી […]

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,611 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: