તમે વાતો કરો તો … – સુરેશ દલાલ

ઓક્ટોબર 11, 2006 at 5:38 એ એમ (am) 6 comments

થોડા દિવસો પહેલા બે સરખા જેવા ગીતો એક સાથે મોરપિચ્છ અને ટહુકો પર મૂકેલા; ( અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે )

આજે પણ કંઇક એવું જ…. “તમે અહીંયા રહો તો … ” અને “તમે વાતો કરો તો..” સુરેશ દલાલના હસ્તાક્ષરમાં “તમે વાતો કરો તો.. ” સ્વરબધ્ધ થયેલું છે, એટલે ઘણાં એ કદાચ સાંભળ્યું હશે. અને ‘તમે અહીંયા રહો તો, ‘ભાગ્યેશ જહા’ની બીજી રચનાઓ સાથે ‘આપણા સંબંધ’ આલ્બમમાં સોલીભાઇએ ખૂબ સરસ ગાયું છે.

તમે વાતો કરો તો થોડું સારું લાગે;
આ દૂરનું આકાશ મને મારું લાગે.

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;

ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે;

રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયુખું તો તુલસીનો ક્યારો;

તારી તે વાણીમાં વ્હેતી મુકું છું હું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે

—–

આજે કવિ શ્રી સુરેશ દલાલનો જન્મદિવસ. આપણા તરફથી એમને હાર્દિક શુભેચ્છાઓ. એમની બીજી રચનાઓ અહીં માણી શકશો.

ટહુકા પર : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ
લયસ્તરો
ડોસા-ડોસી
સિદ્ધાર્થમાંથી બુદ્ધ

Advertisements

Entry filed under: ગીત.

સવાર – બરકત વિરાણી ‘બેફામ’ દરિયો…

6 ટિપ્પણીઓ Add your own

 • 1. amitpisavadiya  |  ઓક્ટોબર 11, 2006 પર 5:53 એ એમ (am)

  સરસ રચના !!!

  જવાબ આપો
 • 2. vijayshah  |  ઓક્ટોબર 11, 2006 પર 4:46 પી એમ(pm)

  tamaro blog ghano j saras ane sumadhur gito thi bharelo chhe
  aakaam mane shikhavadasho?
  http://www.vijayshah.wordpress.com

  જવાબ આપો
 • 3. 11- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર  |  ઓક્ટોબર 12, 2006 પર 3:04 એ એમ (am)

  […] રચનાઓ – 3 […]

  જવાબ આપો
 • 4. વિવેક  |  ઓક્ટોબર 12, 2006 પર 1:30 પી એમ(pm)

  આ ગીતની પહેલી બે પંક્તિઓ કંડારેલું દિવાળી કાર્ડ હાલ ઑર્થોપેડિક તબીબ એવા મારા એક મિત્રે મને મોકલ્યું હતું ત્યારે આ પંક્તિ કોની છે એ પણ ખબર ન્હોતી, માત્ર આ પંક્તિઓએ રચેલા વિશ્વમાં ભૂલા પડી જવાયું હતું… ચડતી યુવાનીના દિવસોને યાદ કરાવી દીધા અને એ પણ સામી દિવાળીના ટાંકણે જ… આભાર!

  જવાબ આપો
 • 5. UrmiSaagar  |  ઓક્ટોબર 12, 2006 પર 9:24 પી એમ(pm)

  OMG… what a co-incedent Jayshree…. I just came here and realized that we have posted the same poem by Suresh Dalal!! 🙂

  I love this poem…

  જવાબ આપો
 • 6. drashti  |  ઓક્ટોબર 15, 2006 પર 3:23 પી એમ(pm)

  please
  if anyone has emailID of SURESH DALAL the send me on this

  drashtiprajapati@yahoo.com

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,611 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: