કૃષ્ણ – સુદામાનો મેળાપ : પ્રેમાનંદ

ઓક્ટોબર 15, 2006 at 8:12 પી એમ(pm) 2 comments

કૃષ્ણ-સુદામા મેળાપ પર ‘કાંતિ અશોક’ ની કલમે લખાયેલ અને શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વર અને સંગીતબધ્ધ કરેલ ગીત : ” કૃષ્ણ સુદામાની જોડી” ટહુકા પર સાંભળો.

“મારો બાળસ્નેહી સુદામો રે,
હું દુખિયાનો વિસામો રે;”
ઊઠી ધાયા જાદવરાય રે,
નવ પહેર્યાં મોજાં પાય રે.

પીંતાબર ભૂમિ ભરાય રે,
રાણી રુક્મિણી ઊંચાં સાય રે;
અતિ આનંદે ફૂલી કાય રે,
હરો દોડે ને શ્વાસે ભરાય રે.

પડે-આખડે બેઠા થાય રે,
એક પળ તે જુગ જેવી જાય રે;
સ્ત્રીઓને કહી ગયા ભગવાન રે,
“પૂજાથાળ કરો સાવધાન રે.

હું જે ભોગવું રાજ્યાસન રે,
તે તો એ બ્રાહ્મણનું પુન્ય રે;
જે કોઇ નમશે એના ચરણ ઝાલી રે,
તે નારી સહુપેં મને વહાલી રે.”

તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે,
સામગ્રી પૂજાની કરતી રે;
સહુ કહે, માંહોમાંહી, “બાઇ રે,
કેવા હશે શ્રીકૃષ્ણના ભાઇ રે?

જેને શામળિયાશું સ્નેહ રે,
હશે કંદર્પ સરખો દેહ રે;”
લઇ પૂજાના ઉપહાર રે,
રહી ઊભી સોળ હજાર રે.

“બાઇ લોચનનું સુખ લીજે રે,
આજ જેઠનું દર્શન કીજે રે;”
ઋષિ શુક્રજી કહે સુણ રાય રે,
શામળિયોજી મળવા જાય રે.

છબીલાજીએ છૂટી ચાલે રે,
દીધી દોટ તે દીનદયાળે રે;
સુદામે દીઠા કૃષ્ણદેવ રે,
છૂટ્યાં આંસુ શ્રાવણનેવ રે.

જુએ કૌતુક ચારે વર્ણ રે,
ક્યાં આ વિપ્ર? ક્યાં આ અશરણશર્ણ રે;
જુએ દેવ વિમાને ચડિયા રે,
પ્રભુ ઋષિજીને પાયે પડિયા રે.

હરિ ઉઠાડ્યા ગ્રહી હાથ રે,
ઋષિજી લીધા હૈડા સાથ રે;
ભુજ-બંધન વાંસા પૂંઠે રે,
પ્રેમનાં આલિંગન નવ છૂટે રે.

મુખ અન્યોન્યે જોયાં રે,
હરિનાં આંસુ સુદામે લોયાં રે,
તુંબીપાત્ર ઉલાળીને લીધું રે,
દાસત્વ દયાળે કીધું રે.

“ઋષિ, પાવન કર્યું મુજ ગામ રે,
હવે પવિત્ર કરો મુજ ધામ રે,”
તેડી આવ્યા વિશ્વાધાર રે,
મંદિરમાં હરખથી અપાર રે.

જોઇ હાસ્ય કરે સૌ નારી રે,
આ તો રૂડી મિત્રચારી રે!
ઘણુ વાંકાબોલા સત્યભામા રે,
“આ શું ફૂટડા મિત્ર સુદામા રે!

હરિ અહીંથી ઊઠી શું ધાયા રે!
ભલી નાનપણની માયા રે;
ભલી જોવા સરખી જોડી રે,
હરિને સાંધો, એને સખોડી રે!

જો કોઇ બાળક બહાર નીકળશે રે,
તે તો કાકાને દેખી છળશે રે;”
તવ બોલ્યાં રુક્મિણી રાણી રે,
“તમે બોલો છો શું જાણી રે?”

વલણ

શું બોલો વિસ્મય થઇ? હરિભક્તને ઓળખો નહિ;
બેસાડ્યા મિત્રને શય્યા ઉપર, ઢોળે વાયુ હરિ ઊભા રહી.

– પ્રેમાનંદ  ( ‘સુદામાચરિત્ર’ પુસ્તક )

Advertisements

Entry filed under: કાવ્ય.

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર – હરીન્દ્ર દવે લાવ જરાક હસી લઉં !

2 ટિપ્પણીઓ Add your own

 • 1. વિવેક  |  ઓક્ટોબર 16, 2006 પર 1:21 પી એમ(pm)

  જેટલી વાર હું આ વેબસાઈટ પર આવું છું એટલીવાર થાય છે કે હવે મારે નિવૃત્ત થઈ જવું પડશે. શબ્દ અને સંગીતની તમે જે રીત જુગલબંદી જમાવી શકો છો એ પ્રસંશાપાત્ર છે. મોરપિચ્છ અને ટહુકો- આ બે બ્લોગ પર કૃતિઓનો તાલમેળ જાળવીને આપ જે કામ કરી રહયાં છો એ મને દોરી પર ચાલવા જેટલું અઘરૂં લાગે છે…

  ..અભિનંદન !

  જવાબ આપો
 • 2. vijayshah  |  ઓક્ટોબર 16, 2006 પર 9:41 પી એમ(pm)

  ekadam sachi vat chhe jayshree ben mate pan vivekbhai tamare nivrutt thavani jarur hargIza nathi tame haji amane shikhavadavanu kam vadhu saras rite karasho to gujaratibhashani website thuka ane morpinchh thi agal vadhi ghatatop megh banine samgra dharane lili chamm banavashe tevi shradhdha chhe. Aatala badha blogs bhega thay to navu ketalu badhu sarjay ane gunvatta ketali sudhare kalpana to karo vivekbhai!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,611 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: