મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..

ઓક્ટોબર 20, 2006 at 4:49 એ એમ (am) 5 comments

હે મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..

ગોત્યો મેં ઉષામાં, ગોત્યો મેં સંધ્યામાં
ગોતી ગોતી થાકી તો યે ક્યાંક ના જડે…
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..

ઓલ્યો કાજળનો રંગ, ઓલ્યો કુમકુમનો રંગ
ઓલી મહેંદીનો રંગ, ફોર્યાં ફૂલડાંનો રંગ

મારા નંદવાયા કાળજાની કોર ના ચડે..
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..

રંગીલો મોરલો ને નવલી કંકાવટી
સપ્તરંગી લહેરીયું વર્ષા લહેરાવતી

મારી સંગ મારા આંસુનો રંગ પણ રડે..
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..

પુરી અધુરી મારા જીવનની રંગોળી
કોણ એમાં મનગમતો રંગ દેશે ઢોળી

હું રંગથી ભરી છતાં ન રંગ સાંપડે..
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..

Advertisements

Entry filed under: કાવ્ય.

મુક્તક – ‘મરીઝ’ દિવાળી ગઝલ – રવીન્દ્ર પારેખ

5 ટિપ્પણીઓ Add your own

 • 1. Urmi Saagar  |  ઓક્ટોબર 20, 2006 પર 1:28 પી એમ(pm)

  સુંદર કાવ્ય શોધી લાવી જયશ્રી!

  ગયા વર્ષે મેં પણ સત્તર-અઢાર વર્ષ પછી સાથિયો પાડેલો ને રંગોળી પુરેલી, પણ જોડે ‘સાથી’ ન’હોતા એટલે મને પણ કંઇક એવું જ લાગેલું કે ‘મારા સાથિયામાં એક રંગ ઓછો પડે… !’

  અને હવે આ અમેરીકામાં…..
  એક રંગ શું, બધા રંગ શું, પણ આખો ને આખો સાથિયો જ ઓછો પડે છે!!!

  જવાબ આપો
 • 2. chetna  |  ઓક્ટોબર 20, 2006 પર 6:59 પી એમ(pm)

  great..!!!!urmiji ape pan saras kahyu….ANE jayree really jivan ma darek ne kyarek to avu feel thay j…!

  જવાબ આપો
 • 3. vijayshah  |  ઓક્ટોબર 21, 2006 પર 4:05 એ એમ (am)

  rangoli to shrshtha chhej
  kavyana bhav pan uttam chhe
  sahej matharasho to sundar geet bani jashe je lokbhogya pan thashe ane mangamata sathine amantran pan deshe.
  Abhinadan Jayshreeben

  જવાબ આપો
 • 4. Jayshree  |  ઓક્ટોબર 24, 2006 પર 4:44 એ એમ (am)

  એક વાત કહેવાની રહી ગઇ.. આ કાવ્ય મારું નથી. કવિનું નામ એટલા માટે નથી લખ્યું કારણ કે મને ખબર નથી.

  જવાબ આપો
 • 5. Kiritkumar G. Bhakta  |  ઓક્ટોબર 25, 2006 પર 6:19 એ એમ (am)

  મને ખબર છે,ક્યો રંગ ઓછો પડે છે.ખરૂ ને?
  એતો તારે એ રંગ પુરવો નથી એટલે…

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,591 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: