હરિ, દિવાળી કરી ? – રવીન્દ્ર પારેખ

ઓક્ટોબર 23, 2006 at 2:34 પી એમ(pm) 2 comments



તારે તાર થતા તારાની રાત સુંવાળી કરી,
હરિ, દિવાળી કરી ?

ખૂણે ખૂણે દીવી પ્રગટે તે જોતું આકાશ,
એમ લાગતું ધરતી જાણે દર્પણ ધરતી ખાસ,
રાત, પાંખ લઇને ઊડે ન તેથી તેજની જાળી કરી…
હરિ, દિવાળી કરી ?

હરિ, દીવીની જ્યોત તમે તમને હું ફૂંક ન મારું,
તમે ઊડો તો મારે કરમે રહે ફક્ત અંધારું,
ભલા તેથી તો દીવી સઘળી લોહીને બાળી કરી…
હરિ, દિવાળી કરી ?

આખું આ આકાશ રાતનાં ઝાડની જેમ જ ખૂલે,
તારા જાણે ફૂલ હોય તેમ મઘમઘ ફાલેફૂલે,
ધરતીને કોઇ કલમ કરે તેમ નભની ડાળી કરી…
હરિ, દિવાળી કરી ?

Advertisements

Entry filed under: હરિવરને કાગળ.

સાલ મુબારક .. !! સમય – હરીન્દ્ર દવે

2 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  ઓક્ટોબર 23, 2006 પર 3:51 પી એમ(pm)

    હજી આજે સવારે જ લયસ્તરો પર (http://layastaro.com/?p=515) એક હરિગીત રવીન્દ્ર પારેખનું જ મૂક્યું ને ત્યાં તમારા બ્લોગ પર વળી બીજું જોયું… સાનંદાશ્ચર્ય, બીજું શું ?! સુંદર ગીત અને સુંદર ભાવ….
    અભિનંદન… આભાર !

    જવાબ આપો
  • 2. Urmi Saagar  |  ઓક્ટોબર 23, 2006 પર 5:46 પી એમ(pm)

    ખૂણે ખૂણે દીવી પ્રગટે તે જોતું આકાશ,
    એમ લાગતું ધરતી જાણે દર્પણ ધરતી ખાસ,

    ખૂબ જ સુંદર !!!!!!!!!!!!!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: