નાજુક ક્ષણોની ગઝલ – અમિત વ્યાસ

ઓક્ટોબર 30, 2006 at 8:16 એ એમ (am) 5 comments

પૂર્વવત ભૂતકાળ તાજો થાય છે;
ને હજુ એક હાથ ત્યાં લંબાઇ છે!

ટુકડા રૂપે મળે છે, જે બધું,
એ બધું ક્યાં સોયથી સંધાય છે!

રક્ષવાનું હોય છે હોવાપણું,
અહીં બધુંયે એકનું બે થાય છે!

કાચની સામે રહી જો એકલો,
નિતનવા ચહેરા પ્રતિબિંબાય છે!

છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
કેટલા રસ્તા પરિચિત થાય છે!

Advertisements

Entry filed under: ગઝલ.

આવ તું .. છલોછલ છલકતી શ્રધ્ધા – મકરંદ મુસળે

5 ટિપ્પણીઓ Add your own

  • 1. સુરેશ જાની  |  ઓક્ટોબર 30, 2006 પર 3:06 પી એમ(pm)

    છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
    કેટલા રસ્તા પરિચિત થાય છે!

    ભુલા પડવાની મજા ગમી. આ ભુલથી બ્લોગમાં ભુલા પડી ગયા અને હવે આ ઘર ગમી ગયું .

    જવાબ આપો
  • 2. Urmi Saagar  |  ઓક્ટોબર 30, 2006 પર 6:54 પી એમ(pm)

    છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
    કેટલા રસ્તા પરિચિત થાય છે!

    કેવી સહજ અને સત્ય વાત..!!
    અહીંની કોઇ સ્ટ્રીટમાં હું ભૂલી પડીશ ત્યારે હવે આ પંક્તિ મને જરૂર યાદ આવી જશે!

    પાનખરમાં જયારે પાન ખરી જાય છે,
    વસંત આવવાનાં વાવડ મળી જાય છે!
    (જોયું ને જયશ્રી, પાનખર વિશે કંઇ સુઝતું નહોતું, તે તેં સુઝાડી દીધું!)

    જવાબ આપો
  • 3. Urmi Saagar  |  ઓક્ટોબર 30, 2006 પર 6:55 પી એમ(pm)

    તેં મુકેલું આ સુંદર ચિત્ર જોઇને જ લખાઇ ગયું છે… હોં!

    જવાબ આપો
  • 4. વિવેક  |  ઓક્ટોબર 31, 2006 પર 9:04 એ એમ (am)

    છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
    કેટલા રસ્તા પરિચિત થાય છે!

    – સાચે જ કાબિલ-એ-દાદ શેર છે… સરસ !

    જવાબ આપો
  • 5. hirabhai bhakta  |  નવેમ્બર 1, 2006 પર 6:52 એ એમ (am)

    MAAAAAAST

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 62,944 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: