છલોછલ છલકતી શ્રધ્ધા – મકરંદ મુસળે

ઓક્ટોબર 31, 2006 at 9:17 એ એમ (am) 5 comments

અળગી નથી કરી તને મેં અવગણી નથી,
તું પ્રેમને ન માપ એની માપણી નથી

મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી.

આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી

હું આયનામાં જાત જોઇ ખળભળી ઊઠ્યો,
સારું છે એમની નજર મારા ભણી નથી.

દેખાઉં છું, તે છું નહીં, ને એટલે જ તો,
મારી છબીને મેં કદી મારી ગણી નથી.

એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી.

Advertisements

Entry filed under: ગઝલ.

નાજુક ક્ષણોની ગઝલ – અમિત વ્યાસ ત્રણ ગઝલકાર… એક ગઝલ

5 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  ઓક્ટોબર 31, 2006 પર 9:22 એ એમ (am)

    આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
    મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી…

    ….સુંદર અભિવ્યક્તિ…

    જવાબ આપો
  • 2. સુરેશ જાની  |  ઓક્ટોબર 31, 2006 પર 3:13 પી એમ(pm)

    very nice

    જવાબ આપો
  • 3. Urmi Saagar  |  ઓક્ટોબર 31, 2006 પર 4:16 પી એમ(pm)

    અળગી નથી કરી તને મેં અવગણી નથી,
    તું પ્રેમને ન માપ એની માપણી નથી.

    મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
    ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી.

    આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
    મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી

    વાહ… ખૂબ જ સુંદર!!

    જવાબ આપો
  • 4. vijayshah  |  નવેમ્બર 1, 2006 પર 2:44 એ એમ (am)

    એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
    તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી

    ….સુંદર. વાહ!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,242 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: