અલબેલો અંધાર હતો – વેણીભાઇ પુરોહિત

નવેમ્બર 6, 2006 at 3:07 પી એમ(pm) 3 comments


એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઇ પાયલનો ઝંકાર હતો.

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઇ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોભાર હતો.

ઊર્મિનું કબુતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

Advertisements

Entry filed under: ગઝલ.

તારી આંખનો અફીણી – વેણીભાઈ પુરોહિત રંગ છે – હરીન્દ્ર દવે

3 ટિપ્પણીઓ Add your own

  • 1. UrmiSaagar  |  નવેમ્બર 7, 2006 પર 2:11 પી એમ(pm)

    ઊર્મિનું કબુતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
    આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

    સુંદર શબ્દો!! સુંદર ગઝલ…

    જવાબ આપો
  • 2. સુરેશ જાની  |  નવેમ્બર 7, 2006 પર 2:14 પી એમ(pm)

    ગઝલ તો સરસ છે જ , પણ એનો છંદ પણ સરસ છે.

    જવાબ આપો
  • 3. varsha  |  એપ્રિલ 29, 2012 પર 9:29 એ એમ (am)

    jindgi ni sachai chupavani insanni kada no sundar namuno

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 62,936 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: