રંગ છે – હરીન્દ્ર દવે

નવેમ્બર 7, 2006 at 8:01 એ એમ (am) 4 comments

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે

ઘેરો થયો તો ઔર મુલાયમ બની ગયો
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે

છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં
જોઇ શકો તો જોજો કે સાકીનો રંગ છે

બદલ્યાં કરે છે રંગ ગગન નિત નવા નવા
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે

કોઇ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો
કહેતું’તું કોક એમાં ખુદાઇનો રંગ છે

Advertisements

Entry filed under: ગઝલ.

અલબેલો અંધાર હતો – વેણીભાઇ પુરોહિત હું જ છું મારી શિલ્પી

4 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  નવેમ્બર 7, 2006 પર 12:59 પી એમ(pm)

    સુંદર ભાવવાહી ગઝલ…

    જવાબ આપો
  • 2. સુરેશ જાની  |  નવેમ્બર 7, 2006 પર 1:55 પી એમ(pm)

    અહીં તેમની જીવન ઝાંખી સાથે લિન્ક આપે તો?

    જવાબ આપો
  • 3. UrmiSaagar  |  નવેમ્બર 7, 2006 પર 2:08 પી એમ(pm)

    સુંદર ગઝલ!!

    બદલ્યાં કરે છે રંગ ગગન નિત નવા નવા
    આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે

    કોઇ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો
    કહેતું’તું કોક એમાં ખુદાઇનો રંગ છે

    વાહ!!

    જવાબ આપો
  • 4. varsha  |  એપ્રિલ 29, 2012 પર 9:31 એ એમ (am)

    nice

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,664 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: