હું જ છું મારી શિલ્પી

નવેમ્બર 8, 2006 at 6:48 એ એમ (am) 15 comments

આજથી લગભગ 6 વર્ષ પહેલા ગાંધીનગર – અક્ષરધામની મુલાકાત વખતે આ અધુરું શિલ્પ જોયું હતું. પપ્પા સાથે હતા, અને એમણે ત્યારે જરા સમજાવેલું પણ ખરું. પણ હું તો એને તરત ભૂલી ગઇ’તી. 2 વર્ષ પછી પહેલી વાર જ્યારે ઓફિસના કામથી 1 અઠવાડિયા માટે બહાર જવાનું હતું, ત્યારે મનમાં થોડો ખચકાટ અને ડર હતો. ત્યારે પપ્પા સાથે વાત કરતા એમણે મને આ શિલ્પ અને એની સાથે લખેલ વાક્ય યાદ કરાવ્યું. ” તમે જ તમારા શિલ્પી છો. ” અને પછી તો ઘણી વાર એ વાત યાદ કરીને self motivation અનુભવું છું.

——

હું જ છું મારી શિલ્પી, બેનમૂન શિલ્પ બનાવીશ,
અડગ વિશ્વાસ છે મુજમાં મને, જાત ને કંડારીશ.

લાગણીના ઉપવને ખીલતાં અને ખરતાં પુષ્પો,
અસ્તિત્વની સુવાસ મારી આપબળે મહેકાવીશ.

અતીતના પડછાયા તો જાણે ક્યાંય ઓગળી ગયા,
સ્મૃતિઓને અસ્તિત્વના અંગ રૂપે સ્વીકારીશ.

સુરજ મહીં આગ જેમ, ઇશ્વર મુજમાં વસે તેમ,
આવે છોને તોફાનો, શ્રધ્ધાનો દિવો પ્રગટાવીશ.

જીવનમાર્ગની એકલતા મને વિચલીત તો ક્યાંથી કરે ?
સાથ મળે જે મિત્રોનો, હું પ્રેમપૂર્વક વધાવીશ.

– જયશ્રી

——–

મને ખબર છે, ઉપર જે લખ્યું છે, એમાં છંદનું તો નામો-નિશાન નથી.. અને જાતે જ લખ્યું છે, એટલે જોડણીની ભૂલ પણ હોવાની. જ. વડીલો અને મિત્રોને ખાસ વિનંતી કરું છું કે ભૂલ હોય ત્યાં માર્ગદર્શન આપશો.

Advertisements

Entry filed under: કંઇક મારા તરફથી.

રંગ છે – હરીન્દ્ર દવે તો જાણું ! – સુરેશ દલાલ

15 ટિપ્પણીઓ Add your own

 • 1. nilam doshi  |  નવેમ્બર 8, 2006 પર 10:05 એ એમ (am)

  છંદના બંધન વિના પણ લાગણી નો એહસાસ જો શબ્દો વડે કારી અને કરાવી શકાય તો એ સાર્થક છે જ.દરેક વખતે મઠારી ને શબ્દો શોધવા જઇએ બુધ્ધિથી તો ઘણીવાર મૂળ એહસાસ જતો રહે એવું પણ બને.
  સરસ અભિવ્યક્તિ.છંદ સાથે કે છંદ વિના પણ કાવ્ય હોઇ શકે.હોય જ છે.

  જવાબ આપો
 • 2. સુરેશ જાની  |  નવેમ્બર 8, 2006 પર 12:31 પી એમ(pm)

  બહુ જ સરસ શબ્દો અને બહુ જ સરસ ચિત્ર.
  નીલમબેનની વાત સાચી છે. પણ ભાવ અને છંદ સાથે મળે ત્યારે બહુ સુંદર સર્જન થાય છે, જેને ગાઇ પણ શકાય છે.
  સારું શિલ્પ બનાવવું હોય તો શિલ્પ કળા શીખવી પડે.
  મારો અનુભવ એમ કહે છે – અને હું કાંઇ કવિ નથી – જેમ જેમ આપણે છંદમાં લખવા પ્રયત્ન કરીએ તેમ તેમ આપણને કાવ્યને યોગ્ય શબ્દો જડવા માંડે છે- ભાવને સહેજ પણ મરોડ્યા વગર. અને ઘણી વાર એમ પણ બને છે કે, યોગ્ય શબ્દની આ શોધ આપણને નવા વિચારોની પ્રેરણા આપે છે, અને આપણે ન વિચારેલી બીજી કડીઓ સૂઝવા માંડે છે.

  જવાબ આપો
 • 3. Chirag  |  નવેમ્બર 8, 2006 પર 3:16 પી એમ(pm)

  બહુ સરસ, જયશ્રી ! લખવાનુ ચાલુ રાખજે, તું ઘણું સારુ લખી શકે છે.

  જવાબ આપો
 • 4. UrmiSaagar  |  નવેમ્બર 8, 2006 પર 4:03 પી એમ(pm)

  વાહ જયશ્રી!
  સુંદર શબ્દોનું સુંદર શિલ્પ કંડાર્યું છે અને એને હંમેશા કંડારતી જ રહેશે…
  વળી આપણે ક્યાં શિલ્પને પૂર્ણ કરવું છે…!
  ખરી મઝા તો એને કંડારવામાં જ છે… પૂર્ણતામાં ક્યાં છે?!!

  Keep it up!!

  જવાબ આપો
 • 5. Kiritkumar G. Bhakta  |  નવેમ્બર 9, 2006 પર 6:44 એ એમ (am)

  જયશ્રી,
  લડાઈમાં લડે તે સિપાઈ,બાકી કેડે તલવાર ટાંગીને ઘરે બેઠેલો સિપાઈ કેમ કરીને હોય!
  જીવનમાર્ગની…વધાવીશ્.સુંદર ખેલદિલી,અનુભવે જાણીશ.
  રસ્તો,વિચાર અને કલ્પના,…..બસ,સલામ…

  જવાબ આપો
 • 6. rakesh  |  નવેમ્બર 9, 2006 પર 7:06 એ એમ (am)

  was waiting for this..,
  itz good..keep it up.

  rakesh…

  જવાબ આપો
 • 7. vijayshah  |  નવેમ્બર 9, 2006 પર 1:27 પી એમ(pm)

  સુરજ મહીં આગ જેમ, ઇશ્વર મુજમાં વસે તેમ,
  આવે છોને તોફાનો, શ્રધ્ધાનો દિવો પ્રગટાવીશ

  સુંદર

  જવાબ આપો
 • 8. amitpisavadiya  |  નવેમ્બર 9, 2006 પર 2:26 પી એમ(pm)

  સુંદર રચના.
  ખૂબ ખૂબ અભિનંદન.

  જવાબ આપો
 • 9. Mrugesh shah  |  નવેમ્બર 9, 2006 પર 4:41 પી એમ(pm)

  ખૂબ સુંદર રચના. ખૂબ ખૂબ અભિનંદન. આજ પ્રમાણે લખતા રહો એવી શુભેચ્છાઓ.

  જવાબ આપો
 • 10. વિવેક  |  નવેમ્બર 12, 2006 પર 6:23 એ એમ (am)

  રચના સરસ છે પણ આજ પ્રમાણે લખતા રહો એમ હું નહીં કહું… નીલમબેનની છંદ અને ભાવની વાતમાં બુદ્ધિ અને હૃદયની મારામારી જેવી વાત સાથે પણ હું સહમત નથી. સુરેશભાઈની વાત ‘સારું શિલ્પ બનાવવું હોય તો શિલ્પકળા શીખવી પડે’ વાળી વાતને હું સંપૂર્ણ અનુમોદન આપું છું. છંદ શીખવા એટલા અઘરા પણ નથી અને છંદમાં લખવું પણ સ્હેજે અઘરું નથી… જ્યાં સુધી છંદમાં નહીં લખું ત્યાં સુધી ગઝલ જ નહીં લખું એવી કટિબદ્ધતા ન કેળવીએ ત્યાં સુધી છંદ શીખી શકાશે જ નહીં…

  જવાબ આપો
 • 11. Nilesh Modi  |  નવેમ્બર 13, 2006 પર 5:30 એ એમ (am)

  Good start Jayshree ! Very happy to see your own creativity !

  Start learning “chhand” parallely without affecting compositions for the moment. After some time, your compositions will start intersecting with “chhand” naturally.

  Keep it up !

  જવાબ આપો
 • 12. Ajay Patel  |  નવેમ્બર 19, 2006 પર 12:28 પી એમ(pm)

  ખરેખર જયશ્રી??!! આ તું એ જ “ટેણી” જયશ્રી છે જેને હું અતુલ થી ઓળખુ છું?? સરસ પ્રયત્ન છે. ડૉ.વિવેક નું મંતવ્ય પણ બરાબર છે છતા “ત્યાં સુધી ના લખુ” એવુ ના કરતી…. દેશી ભાષામાં કહું તો “ધોતા આવી જશે જ…”

  અભિનંદન. પ્રયત્નો ચાલુ જ રાખજે.

  જવાબ આપો
 • 13. Ajay Patel  |  નવેમ્બર 19, 2006 પર 12:30 પી એમ(pm)

  ખરેખર જયશ્રી??!! આવા સરસ શબ્દો એ જ “ટેણી” જયશ્રી ના છે જેને હું અતુલ થી ઓળખુ છું?? સરસ પ્રયત્ન છે.

  ડૉ.વિવેક નું મંતવ્ય પણ બરાબર છે છતા “ત્યાં સુધી ના લખુ” એવુ ના કરતી…. દેશી ભાષામાં કહું તો “ધોતા આવી જશે જ…” એમ પણ પ્રસિધ્ધ શિલ્પીઓ એ પણ પોતે પહેલા-વહેલા ઘડેલા શિલ્પ કદાચ એકદમ પરફેકશન વાળા ના પણ હતા હોય ને?

  અભિનંદન. પ્રયત્નો ચાલુ જ રાખજે.

  જવાબ આપો
 • 14. jagruti valani  |  સપ્ટેમ્બર 8, 2007 પર 7:14 એ એમ (am)

  સરસ રચના

  જવાબ આપો
 • 15. varsha  |  એપ્રિલ 29, 2012 પર 9:22 એ એમ (am)

  vicharone sarsrite vacha aapi che

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,611 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: