તો જાણું ! – સુરેશ દલાલ

નવેમ્બર 10, 2006 at 5:36 એ એમ (am) 5 comments

મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !
હું તો ઘરે ઘરે જઇને વખાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન !
એમાં શા હોય ઝાઝા વેતા ?
કાંટાળી કેડી પર ગાગર લઇને અમે
આવતાં, જતાં ને સ્મિત દેતાં.

હું તો વ્હેતી જમુનાને અહીં આણું :
મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

ડચકારા દઇ દઇને ગાયો ચરાવવી
ને છાંય મહીં ખાઇ લેવો પોરો;
ચપટીમાં આવું તો કામ કરી નાખે
અહીં નાનકડો ગોકુળનો છોરો.

ફરી ફરી નહીં આવે ટાણું :
મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

Advertisements

Entry filed under: ગીત.

હું જ છું મારી શિલ્પી કથા-વ્યથા વૃધ્ધાવસ્થાની – વિપિન પરીખ

5 ટિપ્પણીઓ Add your own

  • 1. સુરેશ જાની  |  નવેમ્બર 10, 2006 પર 3:44 પી એમ(pm)

    આ ગીત સાંભળ્યું છે. આશિત – હેમા અથવા રાસ વિહારી – વીભા ના કો’ક આલ્બમમાં છે.

    જવાબ આપો
  • 2. Urmi Saagar  |  નવેમ્બર 10, 2006 પર 5:52 પી એમ(pm)

    I heard it too…. i don’t remember where.
    Jayshree, you have to find the audio and post and tahuko now!

    khub sundar geet!

    જવાબ આપો
  • 3. Urmi Saagar  |  નવેમ્બર 10, 2006 પર 5:53 પી એમ(pm)

    I heard it too…. i don’t remember where.
    Jayshree, you have to find the audio and post it on tahuko now!

    khub sundar geet!

    જવાબ આપો
  • 4. Amit pisavadiya  |  નવેમ્બર 15, 2006 પર 5:15 પી એમ(pm)

    સુંદર ગીત !!!

    જવાબ આપો
  • 5. gopal h parekh  |  નવેમ્બર 20, 2006 પર 1:57 એ એમ (am)

    madhthi pan vadhu mithun geet,

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,664 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: