પ્રેમ કેદખાનું નથી – પન્ના નાયક

નવેમ્બર 17, 2006 at 7:49 એ એમ (am) 9 comments


રોજ સાથે ને સાથે રહેવાનું હોય તો ફાવે નહીં.
હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
– કોઇ એના ઇશારે નચાવે નહીં

હું તો ડાળી પર કળી થઇ ઝૂલતી રહું;
મને ફૂલદાની હંમેશા નાની લાગે,
પળપળનો સાથ ને યુગયુગની વાત
મને જુઠ્ઠી અને આસમાની લાગે,

રોજ રોજ ગળપણ ખાવાનું હોય
તો એવું એ સગપણ પણ ફાવે નહીં.

હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
– કોઇ એના ઇશારે નચાવે નહીં

એને પીંજરામાં પૂરી પુરાય નહીં,
ચાંદની રેલાય અને ચાંદની ફેલાય
એને મુઠ્ઠીમાં ઝાલી ઝલાય નહીં,
મને બાંધવા જશો તો છટકી હું જઇશ
અને બટકી હું જઇશ: મને ફાવે નહીં.

હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
– કોઇ એના ઇશારે નચાવે નહીં

Advertisements

Entry filed under: ગીત, Uncategorized.

અબોલડા – પ્રહલાદ પારેખ પાનખરની પ્રીતડી અમારી – દલપત ચૌહાણ

9 ટિપ્પણીઓ Add your own

 • 1. SV  |  નવેમ્બર 17, 2006 પર 11:21 એ એમ (am)

  Excellent! Thanks for sharing.

  જવાબ આપો
 • 2. ઊર્મિસાગર  |  નવેમ્બર 17, 2006 પર 1:33 પી એમ(pm)

  એકદમ સાચી અને સરળ અભિવ્યક્તિ….

  જવાબ આપો
 • 3. vijayshah  |  નવેમ્બર 17, 2006 પર 9:05 પી એમ(pm)

  pannabahen j aa lakhi shake

  ચાંદની રેલાય અને ચાંદની ફેલાય
  એને મુઠ્ઠીમાં ઝાલી ઝલાય નહીં,

  હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
  – કોઇ એના ઇશારે નચાવે નહીં

  Abhar jayshree

  જવાબ આપો
 • 4. amitpisavadiya  |  નવેમ્બર 18, 2006 પર 10:36 એ એમ (am)

  વાહ !!!

  જવાબ આપો
 • 5. Harshad Jangla  |  નવેમ્બર 19, 2006 પર 12:58 એ એમ (am)

  Feeling a freshness in this poem. Well written.
  Thanks Jayshree for giving us wonderful poems.
  -Harshad Jangla
  Atlanta, USA
  Nov 18 2006

  જવાબ આપો
 • 6. Juliet  |  નવેમ્બર 19, 2006 પર 9:43 એ એમ (am)

  Really Briliant !

  U have got a wonderfull choice !
  This poem really identifies woman of substance.
  Thnx for sharing

  જવાબ આપો
 • 7. Kiritkumar G. Bhakta  |  નવેમ્બર 19, 2006 પર 2:57 પી એમ(pm)

  હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
  – કોઇ એના ઇશારે નચાવે નહીં
  વાહ!
  પ્રેમ,સ્વામિત્વ અને આત્મવિશ્વાસનો
  ત્રિવેણીસંગમ…

  જવાબ આપો
 • 8. વિવેક  |  નવેમ્બર 20, 2006 પર 6:49 એ એમ (am)

  સુંદર ગીત… આપનું વાંચન અને ચયન બંને સરસ છે… અભિનંદન.,..

  જવાબ આપો
 • 9. friend  |  નવેમ્બર 21, 2006 પર 7:26 એ એમ (am)

  good one…keep it up..keep sharing brilliant poems, gazals n whtever u like…

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,611 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: